શૅર બજારે લગાવી ઊંચી છલાંગ, સેન્સેક્સ 1325 અંકોના ઉછાળા સાથે બંધ

13 March, 2020 04:28 PM IST  |  Dalal Street Mumbai

શૅર બજારે લગાવી ઊંચી છલાંગ, સેન્સેક્સ 1325 અંકોના ઉછાળા સાથે બંધ

શૅર માર્કેટ

સપ્તાહના છેલ્લા કારોબારી દિવસે NSE અને BSE પર કારોબાર શરૂ થવાની કેટલાક સમય બાદ જ લોઅર સર્કિટ લાગી ગયું હતું અને કારોબાર 45 મિનિટ માટે રોકવામાં આવ્યો હતો. ગુરૂવારે સેન્સેક્સ 32,778.14ના સ્તર બંધ થયું અને શુક્રવારે સવારના કારોબાર દરમિયાન એણે 3389.17 અંકોના ચક્કર લગાવ્યા અને 29388.97ના સ્તર પર આવી ગયા. જોકે સર્કિટ હટી ગયા બાદ બજારમાં મિશ્ર વાતાવરણ જોવા મળ્યું. બપોરના કારોબાર દરમિયાન સેન્સેક્સમાં 1920 અંકોનો ઉછાળો નોંધવામાં આવ્યો. રસપ્રદ વાત એ રહી કે બીએસઈ સેન્સેક્સ 4.04% અથવા 1325.34 અંકોના વધારા સાથે 34,103.48ના સ્તર પર બંધ થયું.

નિફ્ટી જે શરૂઆતના કારોબારમાં 966.10 અંક એટલે 10.07% તૂટીને 8624.05ના સ્તર પર આવી ગયા હતા, જ્યાં 4.52% એટલે 433.55 અંકોના વધારા સાથે 10,023.70 પર બંધ થયું.

નિફ્ટીમાં સામેલ આ કંપનીઓમાં આવ્યો જબરદસ્ત ઉછાળો

નિફ્ટીમાં સામેલ જે કંપનીઓમાંથી સૌથી વધારે તેજી નોંધવામાં આવી એમાં એસબીઆઈ 14.89%, ટાટા સ્ટીલ 14.52%, એચડીએફસી 10.50%, બીપીસીએલ 9.64% અને સન ફાર્મા 8.79% સામેલ છે.

આ શૅરોમાં આવ્યો ઘટાડો

નિફ્ટીમાં સામેલ જે કંપનીઓના શૅરોમાં સૌથી વધારે ઘટાડો નોંધવામાં આવ્યો એમાં યૂપીએલ 7.15%, ZEEL 4.17%, નેસ્લે ઈન્ડિયા 3.70%, એશિયન પેન્ટ્સ 2.42% અને બ્રિટાનિયા 1.84% સામેલ છે.

sensex nifty national stock exchange bombay stock exchange business news