બજારમાં ઉતાર-ચઢાવ, સેન્સેક્સ 250 અંકનો ઉછાળો

09 April, 2019 04:04 PM IST  | 

બજારમાં ઉતાર-ચઢાવ, સેન્સેક્સ 250 અંકનો ઉછાળો

સેન્સેક્સમાં ઉછાળો

છેલ્લા ટ્રેડિંગ સેશનની જેમ જ મંગળવારે પણ શૅર બજારમાં ભારી ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે. લોકસભા ચૂંટણી અને ચોથા ક્વાટરમાં કંપનીઓના પરિણામોને લઈને રોકાણકારો સાવચેતી લઈ રહ્યા છે.

મંગળવારે બૉમ્બે સ્ટોક એક્સચેન્જ(બીએસઈ)ના સેન્સેક્સ લગભગ 30 અંકની મામૂલી તેજી સાથે 38,730.93 પર ખુલ્યું. નેશનલ સ્ટોક એક્સચેન્જના નિફ્ટી પણ મામૂલી તેજી સાથે 11,612.05 પર ખુલ્યું. ઓપનિંગ બાદ સેન્સેક્સમાં 150 અંકો સુધી ઉછાળો આવ્યો, ત્યાં નિફ્ટી 11,630ને પાર કરવામાં સફળ રહી. જોકે રોકાણકારોની સર્તકતા અને બેકિંગ શેરમાં થયેલી વેચવાલીના કારણે બજારે પોતાનો વધારો ગુમાવ્યો.

બપોર બાદ બેકિંગ અને ઑટો શૅરોમાં થયેલી ખરીદદારીના કારણથી સેન્સેક્સ અને નિફ્ટીએ નિચલા સ્તરથી રિકવરી કરી છે. સેન્સેક્સમાં સૌથી વધારે મજબૂતી એચસીએલ ટેક, કોલ ઈન્ડિયા, યસ બેન્ક, ટીસીએસ અને આઈટીસીના શૅરોમાં છે. જ્યા કોટક, પાવરગ્રિડ એચડીએફસી અને રિલાયન્સ દબાણમાં ટ્રેડ કરી રહ્યા છે. બપોરે 12 વાગ્યે સેન્સેક્સ લગભગ 70 અંકોના ઘટાડા સાથે ટ્રેડ કરી રહ્યા છે, જ્યાં નિફ્ટી 11,600ની નીચે ટ્રેડ કરી રહ્યા છે.

બેકિંગ શૅરોના હાલ જોઈએ તો બેકિંગ શેરોમાં થયેલી વેચવાલીના કારણથી બજારમાં દબાણમાં ટ્રેડ કરી રહ્યા છે. એસએન્ડપી બીએસઈના બેકિંગ ઈન્ડેક્સ નજીક 100 અંકોના ઘટાડા સાથે 33,430 પર ટ્રેડ કરી રહ્યા છે. બેંકિગ શેરોમાં સૌથી વધારે દબાણ ફેડરલ બેન્ક, બેન્ક ઑફ બરોડા, એસબીઆઈ, ઈન્ડસઈન્ડ બેન્ક અને એચડીએફસીના શેરોમાં જોવા મળ્યું.

આઈટી શેરોમાં તેજી : ઈન્ફોસિસ અને ટીસીએસના પરિણમો પહેલા આઈટી શેરોમાં તેજી છે. એસએન્ડપી બીએસઈના આઈટી ઈન્ડેક્સ લગભગ 90 અંકોની તેજી સાથે ટ્રેડ કરી રહ્યા છે.

sensex bombay stock exchange national stock exchange