મામૂલી તેજી સાથે બજાર 200 પોઈન્ટ વધીને બંધ, નિફ્ટી 11,500 પર

19 March, 2019 04:15 PM IST  | 

મામૂલી તેજી સાથે બજાર 200 પોઈન્ટ વધીને બંધ, નિફ્ટી 11,500 પર

બજાર 200 પોઈન્ટ વધીને બંધ

મંગળવારે ભારતીય શેર બજારની શરૂઆત સુસ્ત થઈ હતી પરંતુ દિવસ પૂરો થતા તેજી વધતી ગઈ. સવારે મામૂલી તેજી સાથે સેન્સેક્સ દિવસના અંતમાં 268 અંક ચઢીને 38,363 પર બંધ થયું. જ્યાં નિફ્ટી 70 અંકોની તેજી સાથે 11,532 પર બંધ થયું.

સેક્ટોરિયલ ઈન્ડેક્સનો હાલ જોઈએ તો મંગળવારે સવારે સાડા નવ વાગ્યે નિફ્ટી ઑટો 0.69%નો ઘટાડો, નિફ્ટી ફાઈનાન્સ સર્વિસ 0.22%ની તેજી, નિફ્ટી એફએમસીજી 0.03%ની તેજી, નિફ્ટી આઈટી 0.18%ની તેજી, નિફ્ટી મેટલ 0.16%નો ઘટાડો, નિફ્ટી ફાર્મા 0.81%નો ઘટાડો અને નિફ્ટી રિયલ્ટી 0.31%ની તેજી સાથે કારોબાર કરી રહ્યા છે.

વૈશ્વિક બજાર પર નજર કરીએ તો આજના પ્રમુખ એશિયાઈ બજારોએ સુસ્ત શરૂઆત કરી છે. સવારે 9 વાગ્યે જાપાનના નિક્કેઈ 0.26%ના ઘટાડા સાથે 21528 પર, ચીનના શાંઘાઈ 0.19%ના ઘટાડા સાથે 3090 પર, હેન્ગસેન્ગ 0.07%ના ઘટાડા સાથે 29389 પર અને તાઈવાનના કૉસ્પી 2179 પર કારોબાર કરી રહ્યા છે. અમેરિકાના કારોબારની વાત કરીએ તો કાલે ડાઓ જોન્સ 0.25%ની તેજી સાથે 25914 પર, સ્ટાન્ડર્ડ એન્ડ પુઅર્સ 0.37%ની તેજી સાથે 2832 પર અને નાસ્ડેક 0.34%ની તેજી સાથે 7714 પર બંધ થયું હતું.

sensex bombay stock exchange national stock exchange