નવી ઊંચાઈ પર પહોંચ્યું સેન્સેક્સ, નિફ્ટી 12,000 અંક ઉપર

25 November, 2019 02:42 PM IST  |  Dalal Street Mumbai

નવી ઊંચાઈ પર પહોંચ્યું સેન્સેક્સ, નિફ્ટી 12,000 અંક ઉપર

સેન્સેક્સમાં 450 અંકનો ઉછાળો

વૈશ્વિક બજારોમાં મજબૂત કારોબારનો અસર સોમવારે ભારતીય શૅર બજારમાં પણ જોવા મળ્યો છે. સપ્તાહના પહેલા કારોબારી દિવસે બપોરે 1 વાગીને 46 મિનિટે સેન્સેક્સ 450 અંકના ઉછાળા સાથે 40,822 પર કારોબાર કરી રહ્યું છે. આ નવો રેકોર્ડ છે. જ્યાં નિફ્ટીમાં પણ ઘણો વધારો જોવા મળ્યો અને પોતાના ઑલ ટાઈમ હાઈથી તે ફક્ત 54 પોઇન્ટ પાછળ છે. નિફ્ટી પણ આ સમયે 12,049 અંક પર કારોબાર થઈ રહ્યો છે. દિવસના કારોબાર દરમિયાન નિફ્ટી એક સમયમાં 12,050 અંક સુધી પહોંચી ગયું હતું. આની પહેલા જૂન 2018માં નિફ્ટી 12,103 અંકોના પોતાના સર્વોચ્ચ સ્તર પર પહોંચ્યું હતું.

બીએસઈના 30 શૅરો પર આધારિત સેન્સેક્સ ઈન્ડેક્સ પર ભારતી એરટેલના શૅર 5 ટકાથી ઉપર કારોબાર કરી રહ્યા છે. જ્યાં ટાટા સ્ટીલના શૅરોમાં લગભગ 4 ટકાનો વધારો દેખાઈ રહ્યો છે. એ સિવાય વીઈડીએલ, ઈન્ડસઈન્ડ બેન્ક, એચડીએફસી, મારૂતિ, હીરો મોટોકોર્પ, એસબીઆઈ, કોટક બેન્કના શૅર બે ટકાથી વધારે વધ્યા છે. જ્યાં આઈટીસી, ઓએનજીસી અને યસ બેન્ક જ એવી કંપનીઓ છે, જેના શેરોમાં ઘટાડો દેખાઈ રહ્યો છે. જોકે યસ બેન્કના શૅર તો ત્રણ ટકાથી વધારે તૂટી ગયા છે.

નિફ્ટી પર 42 કંપનીઓના શૅરોમાં વધારો દેખાઈ રહ્યો છે. નિફ્ટીમાં ઈન્ફ્રાટેલના શૅરોમાં 6.72 ટકા, ભારતી એરટેલના શૅરોમાં 5.66 ટકા, ટાટા સ્ટીલના શૅરોમાં 4.76 ટકાની વૃદ્ધિ દેખાઈ રહી છે. હિન્ડાલ્કોના શૅર પણ 4 ટકાથી વધારે ઉપર કારોબાર કરી રહ્યા છે. જેએસડબલ્યૂ સ્ટીલના શૅર પણ 3.66 ટકા ઉપર છે. જ્યાં યસ બેન્કના શૅરોમાં 3.32 ટકા, ZEELના શૅરો 2.7 ટકા ઘટ્યા છે. જ્યા આઈટીસી અને એનટીપીસીના શૅરોમાં મામૂલી ઘટાડો જોવા મળ્યો છે.

સોમવારે સેન્સેક્સ 80.25 અંક વધીને 40,439.66 અંક પર ખુલ્યું હતું, જ્યાં નિફ્ટી 8.05 અંકના વધારા સાથે ખુલ્યું હતું.

business news sensex nifty bombay stock exchange national stock exchange