ઘટાડા સાથે ખુલ્યું શૅર બજાર, સેન્સેક્સ 200 અંક તૂટ્યું, આ શૅરમાં ઘટાડો

26 February, 2020 09:41 AM IST  |  Dalal Street Mumbai

ઘટાડા સાથે ખુલ્યું શૅર બજાર, સેન્સેક્સ 200 અંક તૂટ્યું, આ શૅરમાં ઘટાડો

ભારતીય શૅર માર્કેટ

ભારતીય શૅર બજાર આજે ઘટાડા સાથે ખુલ્યું છે. બૉમ્બે સ્ટૉક એક્સચેન્જના સેન્સેક્સ ઈન્ડેક્સ આજે 86.31 અંકના ઘટાડા સાથે 40,194.89 પર ખુલ્યું છે. સમાચાર લખે ત્યા સુધી લઘુત્તમ 39,888.17 અંક સુધી ગયું. જ્યાં નેશનલ સ્ટૉક એક્સચેન્જના નિફ્ટી ઈન્ડેક્સ આજે 59.35 અંકોના ઘટાડા સાથે 11,738.55 પર ખુલ્યું છે. સમાચાર લખે ત્યા સુધી નિફ્ટી લઘુત્તમ 11,679.55 અંક સુધી ગયું.

બીએસઈના સેન્સેક્સ બુધવારે સવારે 9 વાગીને 28 મિનિટે શરૂઆતના કારોબારમાં 0.49% એટલે 196.44 અંકોના ઘટાડા સાથે 40,084.76 પર કારોબાર કરતા દેખાઈ રહ્યા હતા અને નિફ્ટી 0.48% એટલે 56.65 અંકોના ઘટાડા સાથે 11,741.25 પર કારોબાર કરતા દેખાઈ રહ્યા હતા. આ સમય પર નિફ્ટી-50માં 17 કંપનીઓના શૅર લીલા નિશાન પર, 32 કંપનીઓના શૅર લાલ નિશાન પર અને એક કંપનીના શૅર કોઈપણ પરિવર્તન વગર કારોબાર કરતા દેખાયા.

આ કંપનીઓના શૅરોમાં તેજી

શરૂઆતના કારોબારમાં બુધવારે સવારે નિફ્ટી-50માં સામેલ કંપનીઓમાંથી સૌથી વધારે તેજી Ioc, Nestle India, Hindustan Unilever, Dr. Reddy's Laboratories અને Asian Paintના શૅરોમાં દેખાઈ રહી હતી.

આ કંપનીઓના શૅરોમાં ઘટાડો

શરૂઆતના કારોબારમાં બુધવારે સવારે નિફ્ટી-50માં સામેલ કપંનીઓમાંથી Cipla, Tata Motors, Wipro, UPL અને Infratelના શૅરોમાં સૌથી વધારે ઘટાડો જોવા મળ્યો.

sensex nifty bombay stock exchange national stock exchange business news