મામૂલી વધારા સાથે ખુલ્યું શૅર બજાર, આ કંપનીઓના શૅરમાં આવી તેજી

13 September, 2019 09:37 AM IST  |  દલાલ સ્ટ્રીટ મુંબઈ

મામૂલી વધારા સાથે ખુલ્યું શૅર બજાર, આ કંપનીઓના શૅરમાં આવી તેજી

મામૂલી વધારા સાથે ખુલ્યું શૅર બજાર

શૅર બજાર આજે શુક્રવારે વધારા સાથે ખુલ્યું છે. બૉમ્બે સ્ટૉક એક્સચેન્જના સેન્સેક્સ ઈન્ડેક્સ આજે 71.58 અંકોના વધારા સાથે 37,175.86 પર ખુલ્યા છે. સમાચાર લખે ત્યા સુધી 37,244.34 અંકો સુધી ગયા. ત્યાં નેશનલ સ્ટૉક એક્સચેન્જના નિફ્ટી આજે 4 અંકોના મામૂલી વધારા સાથે 10,986.80 પર ખુલ્યા છે. સમાચાર લખે ત્યા સુધી 11,023.85 અંકો સુધી ગયા.

સવારે સાડા નવ વાગ્યે સેન્સેક્સ 95.86 અંકોના વધારા સાથે 37,200.17 પર કારોબાર કરી રહ્યા હતા અને નિફ્ટી 20.05 અંકોના વધારા સાથે 11,002.85 પર કારોબાર કરી રહ્યા હતા. સમાચાર લખે ત્યા સુધી નિફ્ટીની 50 કંપનીઓમાંથી 29 કંપનીઓના શૅર લીલા નિશાન પર અને 21 કંપનીઓના શૅર લાલ નિશાનમાં કારોબાર કરી રહ્યા હતા.

આ કંપનીઓના શૅરોમાં દેખાઈ તેજી

શરૂઆતના કારોબારમાં નેશનલ સ્ટૉક એક્સચેન્જના નિફ્ટીની 50 કંપનીઓના શૅરોમાંથી સૌથી વધારે તેજી TITAN, MARUTI, INFOSYS LIMITED, TATA CONSULTANCY SERVICES LIMITED અને KOTAK BANK કંપનીઓના શૅરોમાં દેખાઈ રહી છે.

આ કંપનીઓના શૅરોમાં દેખાયો ઘટાડો

શરૂઆતના કારોબારમાં નિફ્ટી 50માં સામેલ કંપનીઓમાંથી YES BANK, INDIABULLS HOUSING FINANCE LIMITED, GRASIM, STATE BANK OF INDIA અને UPL LIMITED કંપનીઓના શૅરોમાં આજે સૌથી વધારે ઘટાડો દેખાઈ રહ્યો છે.

sensex nifty bombay stock exchange national stock exchange business news