શેર બજારની વધારા સાથે શરૂઆત, સેન્સેક્સ 107 અંક ઉપર

23 July, 2019 10:17 AM IST  |  દલાલ સ્ટ્રીટ મુંબઈ

શેર બજારની વધારા સાથે શરૂઆત, સેન્સેક્સ 107 અંક ઉપર

શેર બજારની વધારા સાથે શરૂઆત

શૅર બજારમાં સતત ચાલી રહેલા ઘટાડાએ આજે મંગળવારે વધારા સાથે શરૂઆત થઈ છે. આજે બૉમ્બે સ્ટૉક એક્સચેન્જના સેન્સેક્સ ઈન્ડેક્સ 107.43 અંકોના વધારા સાથે 38,138.56 પર ખુલ્યું. જોકે બજાર ખુલ્યા બાદ શરૂઆતના કારોબારમાં સેન્સેક્સમાં થોડો ઘટાડો જોવા મળ્યો અને 37,917.52 અંક સુધી ગયું. ત્યા નેશનલ સ્ટૉક એક્સચેન્જના નિફ્ટી ઈન્ડેક્સ આજે 26.05 અંકોના વધારા સાથે 11,372.25 પર ખુલ્યું. નિફ્ટીમાં પણ બજાર ખુલ્યા બાદ થોડો ઘટાડો જોવા મળ્યો અને 11,315.95 અંક સુધી ગયુ.

સમાચાર લખતા સમયે 9 વાગીને 49 મિનિટ પર બૉમ્બે સ્ટૉક એક્સચેન્જના સેન્સેક્સ 10.40 અંકોના ઘટાડા સાથે 38,020.73 પર કારોબાર કરી રહ્યા હતા. ત્યા નેશનલ સ્ટૉક એક્સચેન્જના નિફ્ટી 9 વાગીને 50 મિનિટ પર 7.30 અંકોના ઘટાડા સાથે 11,338.90 અંકો પર કારોબાર કરી રહ્યા હતા. નિફ્ટીની 50 કંપનીઓમાંથી 26 કંપનીઓના શૅર લીલા નિશાન પર અને 24 કંપનીઓના શૅર લાલ નિશાન પર કારોબાર કરતા દેખાયા.

આ કંપનીઓના શૅરોમાં દેખાઈ તેજી

નેશનલ સ્ટૉક એક્સચેન્જની નિફ્ટી 50 કંપનીઓમાંથી સૌથી વધારે તેજી nfosys Limited, KOTAK BANK, WIPRO, HERO MOTOCO અને AXIS BANKના શૅરોમાં તેજી દેખાઈ રહી છે.

આ કંપનીઓના શૅરોમાં દેખાયો ઘટાડો

નિફ્ટી 50માં સામેલ કંપનીઓમાંથી HDFC, Bharti Infratel Limited, HDFC BANK, Adani Ports and Special Economic Zone Limite અને Indiabulls Housing Finance Limited કંપનીઓના શૅરોમાં આજે સૌથી વધારે ઘટાડો જોવા મળ્યો.

sensex nifty bombay stock exchange national stock exchange business news