શૅર બજારમાં મજબૂત કારોબાર, સેન્સેક્સ 99 અંક ઉપર ખુલ્યું

22 May, 2019 09:46 AM IST  |  દલાલ સ્ટ્રીટ મુંબઈ

શૅર બજારમાં મજબૂત કારોબાર, સેન્સેક્સ 99 અંક ઉપર ખુલ્યું

શૅર બજારમાં મજબૂત કારોબાર

આજે ભારતીય શૅર બજારમાં વધારા સાથે કારોબાર જોવા મળી રહ્યો છે. આજના કારોબારી દિવસે ઘરેલૂ બજારો વધારાની સાથે કારોબાર કરતા જોવાને મળી રહ્યા છે. નિફ્ટી 11720ની ઉપર છે જ્યારે સેન્સેક્સમાં 98.58 અંકોનો વધારો જોવા મળ્યો. સેન્સેક્સ 0.25 અને નિફ્ટી 0.16%ની મજબૂતી સાથે કારોબાર કરી રહ્યા છે.

મિડકેપ અને સ્મૉલકેપ શેરોમાં પણ મામૂલી નબળાઈ દેખાઈ રહી છે. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 0.43%નો ઘટાડો છે, જ્યારે બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 0.04 ટકાનો નબળાઈ દેખાઈ રહી છે.

એ સાથે જ બેન્કિંગ, ફાઈનાન્સ સર્વિસ, પ્રાઈવેટ, રિયલ્ટી અને IT શેરોમાં ખરીદારી જોવા મળી રહી છે. બેન્ક નિફ્ટી 0.29%ના વધારાની સાથે 30397.75ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે મેટલ, ઑટો, ફાર્મા અને PSU બેન્ક શેરોમાં દબાણ દેખાઈ રહ્યું છે.

હાલમાં BSEના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 98.58 અંક એટલે કે 0.25 ટકાના વધારાની સાથે 39068.38 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે NSEના 50 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 18.20 અંક એટલે કે 0.16%ની મજબૂતીની સાથે 11727.30ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.

sensex bombay stock exchange national stock exchange business news