શૅર બજારમાં ભારે ઘટાડો, સેન્સેક્સ 560 અંક નીચે

19 July, 2019 04:14 PM IST  |  દલાલ સ્ટ્રીટ મુંબઈ

શૅર બજારમાં ભારે ઘટાડો, સેન્સેક્સ 560 અંક નીચે

શૅર બજારમાં ભારે ઘટાડો

સપ્તાહના છેલ્લા કારોબારી દિવસે શૅર બજારમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે. બૉમ્બે સ્ટૉક એક્સચેન્જના સેન્સેક્સ ઈન્ડેક્સ 560 અંક ઘટીને 38,337.01 અને નેશનલ સ્ટૉક એક્સચેન્જના નિફ્ટી 177 અંક કમજોર થઈને 11,419 પર બંધ થયુ. નિફ્ટીના 50 શૅરોમાંથી 7 લીલા નિશાન અને 43 લાલ નિશાન પર કારોબાર કરી બંધ થયું છે. આજે સવારે હલકા વધારા સાથે ઓપન થયેલું બજાર બપોરના કારોબાર દરમિયાન ભારે ઘટાડો જોવા મળ્યો છે.

નિફ્ટીમાં આવેલા ઘટાડા છતાં જે શૅરોમાં તેજી જોવ મળી એમાં NTPC, ટાઈટન, કોલ ઈન્ડિયા, ટીસીએસ અને પાવર ગ્રિડ સામેલ છે. સૌથી વધારે વધારો NTPCમાં જોવા મળ્યો, એના શૅર 2.0%ની તેજી સાથે કારોબાર કરી બંધ થયા. એ સિવાય જે શૅરોમાં ઘટાડો જોવા મળ્યો એમાં M&M, બજાજ ફાઈનાન્સ, બજાજ ફિન્સર્વ, આઈશર મોટર્સ અને ઈન્ડસઈન્ડ બેન્કના શૅરોમાં રહ્યો

sensex nifty bombay stock exchange national stock exchange business news