સેન્સેક્સમાં 300થી વધારે અંકોનો ઘટાડો, નિફ્ટી 11,600ની નજીક બંધ

18 July, 2019 04:12 PM IST  |  દલાલ સ્ટ્રીટ મુંબઈ

સેન્સેક્સમાં 300થી વધારે અંકોનો ઘટાડો, નિફ્ટી 11,600ની નજીક બંધ

નિફ્ટી 11,600ની નજીક બંધ

સપ્તાહના ચોથા કારોબારી દિવસે શૅર બજાર ઘટાડા સાથે બંધ થયું. બૉમ્બે સ્ટૉક એક્સચેન્જના સેન્સેક્સ ઈન્ડેક્સ 318 અંક ઘટીને 38,897 અને નેશનલ સ્ટૉક એક્સચેન્જના નિફ્ટી 90 અંક કમજોર થઈને 11,596 પર બંધ થયું. નિફ્ટીના 50 શૅરોમાંથી 9 લીલા નિશાન અને 41 લાલ નિશાન પર કારોબાર કરી બંધ થયા. આજે સવારે પણ બજારમાં ઘટાડો જોવા મળ્યો. સેન્સેક્સ આજે લગભગ 11 અંકોના ઘટાડા સાથે 39,204.47 અને નેશનલ સ્ટૉક એક્સચેન્જના નિફ્ટી લગભગ 12 અંકોના ઘટાડા સાથે 11,675.60 પર ખુલ્યું.

આ કંપનીઓના શૅરોમાં રહી તેજી

નેશનલ સ્ટૉક એક્સચેન્જના નિફ્ટીના 50 કંપનીઓમાંથી સૌથી વધારે તેજી WIPRO, HDFC, ZEEL, Britania અને HDFC BANKના શૅરોમાં જોવા મળી.

આ કંપનીઓના શૅરોમાં ઘટાડો

નિફ્ટ 50માં સામેલ કંપનીઓમાંથી YES BANK, ONGC, Coal India, TATA MOTORSના શૅરોમાં ઘટાડો જોવા મળ્યો.

sensex nifty bombay stock exchange national stock exchange business news