શૅર માર્કેટની ઘટાડા સાથે શરૂઆત, સેન્સેક્સ 127 અંક નીચે

17 June, 2019 09:59 AM IST  | 

શૅર માર્કેટની ઘટાડા સાથે શરૂઆત, સેન્સેક્સ 127 અંક નીચે

શૅર માર્કેટની ઘટાડા સાથે શરૂઆત

સપ્તાહના પહેલા કારોબારી દિવસે ભારતીય શૅર બજારમાં ઘટાડાનું વાતાવરણ દેખાઈ રહ્યું છે. શરૂઆતના કારોબારમાં સેન્સેક્સ 39,319.45 સુધી પહોંચ્યું જ્યારે નિફ્ટીએ 11,770.30 સુધી લથડ્યુ. સેન્સેક્સ અને નિફ્ટીમાં 0.3%ની નબળાઈ જોવામાં આવી રહી છે.

સાથે જ મિડકેપ અને સ્મૉલકેપ શેરોમાં વેચવાલીનું દબાણ જોવામાં આવી રહ્યુ છે. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 0.30%નબળાઈ છે, જ્યારે નિફ્ટીના મિડકેપ 100 ઈન્ડેક્સમાં 0.46%નો ઘટાડો નોંધાઈ રહ્યો છે. બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 0.21% ઘટ્યા છે.

હાલમાં બીએસઈના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 127.37 અંક એટલે કે 0.32%ના ઘટાડાની સાથે 39324.70ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે એનએસઈના 50 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 41.70 અંક એટલે કે 0.35% ઘટીને 11781.60ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.

sensex bombay stock exchange national stock exchange business news