શૅર બજારની ઝડપી શરૂઆત, નિફ્ટી 11730ની પાર

16 April, 2019 10:19 AM IST  | 

શૅર બજારની ઝડપી શરૂઆત, નિફ્ટી 11730ની પાર

શૅર બજારની ઝડપી શરૂઆત

મંગળવારના કારોબારી સત્રમાં ભારતીય શૅર બજારે તેજ શરૂઆત કરી છે. સવારના સવા નવ વાગ્યે સેન્સેક્સ 172.26 અંકોની તેજી સાથે 39,078 પર અને નિફ્ટી 48 અંકોની તેજી સાથે 11,739 પર કારોબાર કરી રહ્યા છે. નિફ્ટી 50 શેર્સમાંથી 47 લીલા અને 3 લાલ નિશાનમાં કારોબાર કરી રહ્યા છે. ઈન્ડેક્સની વાત કરીએ તો નિફ્ટીના મિડકેપ 0.20%ની તેજી અને સ્મૉલકેપ 0.32%ની તેજી સાથે કારોબાર કરી રહ્યા છે.

નોંધનીય છે કે સોમવારને સેન્સેક્સ 138 અંકોની તેજી સાથે 38,905 પર અને નિફ્ટી 46 અંકોની તેજી સાથે 11,690 પર કારોબાર કરી બંધ થયું હતું.

સેક્ટોરિયલ ઈન્ડેક્સનો હાલ જોઈએ તો સવારે 9 વાગીને 24 મિનિટે નિફ્ટી ઑટો 0.34%ની તેજી, નિફ્ટી ફાઈનાન્સ સર્વિસ 0.55%ની તેજી, નિફ્ટી એફએમસીજી 0.27%ની તેજી, નિફ્ટી આઈટી 0.08%ની તેજી, નિફ્ટી મેટલ 0.84%ની તેજી, નિફ્ટી ફાર્મા 0.43%ની તેજી અને નિફ્ટી રિયલ્ટી 0.30%ના ઘટાડા સાથે કારોબાર કરી રહ્યા છે.

વૈશ્વિક બજારના હાલ પર નજર કરીએ તો મંગળવારના કારોબારમાં તાઈવાનના કૉસ્પીને છોડીને બધાએ સારી શરૂઆત કરી છે. સવારે 9 વાગ્યે જાપાનના નિક્કેઈ 0.18%ની તેજી સાથે 22208 પર, ચીનના શાંઘાઈ 0.41%ની તેજી સાથે 3190 પર, હેન્ગસેન્ગ 0.30%ની તેજી સાથે 29899 પર અને તાઈવાનના કૉસ્પી 0.09%ના ઘટાડા સાથે 2240ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યાં અમેરિકા બજારની વાત કરીએ તો કાલે ડાઓ જોન્સ 0.10%ના ઘટાડા સાથે 26384 પર, સ્ટાન્ડર્ડ એન્ડ પુઅર્સ 0.06%ના ઘટાડા સાથે 2905 પર અને નાસ્ડેક 0.10%ના ઘટાડા સાથે 7976ના સ્તર પર કારોબાર કરી બંધ થયા હતા.

sensex bombay stock exchange national stock exchange