આર્થિક પેકેજથી બજાર નારાજ: સેન્સેક્સ, નિફ્ટી ઘટાડા સાથે બંધ

18 May, 2020 03:45 PM IST  |  Dalal Street Mumbai | Gujarati Mid-day Online Correspondent

આર્થિક પેકેજથી બજાર નારાજ: સેન્સેક્સ, નિફ્ટી ઘટાડા સાથે બંધ

પ્રતીકાત્મક તસવીર

કોવિડ-19થી ઉપજેલી પરિસ્થિતીને જોઈને, લૉકડાઉનને 31 મે સુધી વધારી દીધી અને કમજોર વૈશ્વિક સંકેતોના કારણે સોમવારે ભારતીય શૅર બજારમાં પણ ભારી ઘટાડો જોવા મળ્યો. બીજી તરફ કેન્દ્ર સરકારે જાહેર કરેલા 20 લાખ કરોડ રૂપિયાના આર્થિક પેકેજથી પણ રોકાણકારોને વિશ્વાસ થતો નથી. એના લીધે બીએસઈના 30 શૅર પર આધારિત સેન્સેક્સ સપ્તાહના પહેલા કારોબારી દિવસે 1068.75 અંક એટલે 3.44%ના ઘટાડા સાથે 30,028.98 અંક પર બંધ થયું છે. ત્યાં નિફ્ટી 313.60 અંક એટલે 3.43%ના ઘટાડા સાથે 8,823.25 અંક પર બંધ થયું છે.

સેન્સેક્સમાં ઈન્ડસઈન્ડ બેન્કના શૅરોમાં સૌથી વધારે ઘટાડો જોવા મળ્યા. બેન્કના શૅર લગભદ 10% તૂટી ગયા. જ્યાં HDFC, Maruti Suzuki, Axis Bank અને UltraTech Cementના શૅરોમાં પણ ઘટાડો જોવા મળ્યો છે.

business news sensex nifty bombay stock exchange national stock exchange