આર્થિક સર્વે બાદ તેજી સાથે બંધ થયું ભારતીય બજાર

04 July, 2019 03:45 PM IST  |  દલાલ સ્ટ્રીટ મુંબઈ

આર્થિક સર્વે બાદ તેજી સાથે બંધ થયું ભારતીય બજાર

આર્થિક સર્વે બાદ તેજી સાથે બંધ થયું ભારતીય બજાર

સંસદમાં શુક્રવારે રજૂ થયેલા આર્થિક સર્વેમાં દેશને 5 ટ્રિલિયન ડૉલરની અર્થવ્યવસ્થા બનાવવાના લક્ષ્યની વાત સિવાય કેટલાક મહત્વપૂર્ણ વાત કહેવામાં આવી છે. સંસદમાં જ્યારે સર્વે રજૂ થયું હતું ત્યારે ભારતીય શૅર બજારમાં ઉતાર-ચઢાવ નજર આવી રહ્યો હતો. એક સમયે 40 હજારની નજીક પહોંચી ગયું હતું.

જોકે દિવસના અંતમાં પ્રમુખ સેન્સેક્સ ઈન્ડેક્સ 68 અંકોની તેજી સાથે 39,908ના સ્તર પર બંધ થયું છે જ્યા નિફ્ટી 30 અંકોના વધારા સાથે 11,946ના સ્તર પર બંધ થયું.

રૂપિયો અને ક્રૂડ ઑયલ

ભારતીય રૂપિયો આજે 9 પૈસાની મજબૂતી સાથે એક ડૉલરના મુકાબલે 68.82 પર ખુલ્યો. બુધવારે આ એક ડૉલરના મુકાબલે 68.91 પર બંધ થયું હતું. જ્યાં ક્રૂડ ઑયલની કિંમતોમાં આજે ગુરૂવારે ઘટાડો જોવા મળ્યો છે.

sensex nifty bombay stock exchange national stock exchange business news