શૅર બજારમાં આવી તેજી, સેન્સેક્સ 266 અંક ચઢીને બંધ

11 July, 2019 04:11 PM IST  |  દલાલ સ્ટ્રીટ મુંબઈ

શૅર બજારમાં આવી તેજી, સેન્સેક્સ 266 અંક ચઢીને બંધ

શૅર બજારમાં આવી તેજી

ભારતીય શેર બજારમાં બજેટ બાદ સતત ઉતાર-ચઢાવ જોવા મળ્યો. સવારે 100 અંકોથી વધારેની તેજી સાથે ખુલેલુ બજાર અંતમાં 260 અંકોથી વધારા સાથે બંધ થયું છે.

પ્રમુખ સેન્સેક્સ ઈન્જેક્સ સવારે 135 અંકોની તેજી સાથે ખુલ્યુ અને દિવસભરના કારોબાર બાદ 266 અંક ઘટીને 38,823ના સ્તર પર બંધ થયું ત્યા નિફ્ટી 84 અંકોના વધારા સાથે 11,582ના સ્તર પર બંધ થયું.

એની પહેલા બુધવારે ચાલુ નાણાકીય વર્ષના પહેલા ક્વાર્ટર (એપ્રિલ-જૂન) માટે કંપનીઓના નાણાકીય પરિણામના સુસ્ત શરૂઆતથી દેશના શૅર બજારમાં બુધવારે ઘટાડો નોંધવામાં આવ્યો.

આજના કારોબારમાં દિગ્ગજ શેરોમાં ઝિ એન્ટરટેનમેન્ટ, જેએસડબ્લ્યુ સ્ટીલ, હિરો મોટોકૉર્પ, ઈન્ડુસઈન્ડ બેન્ક, ટાટા મોટર્સ, હિંડાલ્કો અને વેદાંતા 2.69-7.59% સુધી વધીને બંધ થયા છે. જો કે દિગ્ગજ શેરોમાં ટેક મહિન્દ્રા, આઈસીઆઈસીઆઈ બેન્ક, આઈઓસી, યુપીએલ અને એક્સિસ બેન્ક 0.49-1.41% સુધી ઘટીને બંધ થયા છે.

sensex nifty business news bombay stock exchange national stock exchange