શૅર માર્કેટમાં ઉછાળો: સેન્સેક્સ 125 ઉપર, નિફ્ટી 11000ની પાર બંધ

11 September, 2019 04:27 PM IST  |  દલાલ સ્ટ્રીટ મુંબઈ

શૅર માર્કેટમાં ઉછાળો: સેન્સેક્સ 125 ઉપર, નિફ્ટી 11000ની પાર બંધ

શૅર માર્કેટમાં ઉછાળો

સપ્તાહના ત્રીજા દિવસે શૅર બજાર વધારા સાથે બંધ થયું. બૉમ્બે સ્ટૉક એક્સચેન્જના સેન્સેક્સ ઈન્ડેક્સ 125.37 અંકોના વધારા સાથે 37,270.8 અને નેશનલ સ્ટૉક એક્સચેન્જના નિફ્ટી ઈન્ડેક્સ 32.65 અંકોના વધારા સાથે 11,035.70 પર બંધ થયું. નિફ્ટીના 50 શૅરોમાંથી 25 લીલા અને 25 લાલ નિશાન પર બંધ થયા. આજે સવારે સેન્સેક્સ 105.58 અંકોના વધારા સાથે 37,251.03 પર ખુલ્યા, જ્યારે નિફ્ટી 25.45 અંકોના વધારા સાથે 11,028.50 પર ખુલ્યા. 

આજના કારોબારમાં દિગ્ગજ શેરોમાં યસ બેન્ક, ટાટા મોટર્સ, આઈશર મોટર્સ, મારૂતિ સુઝુકી, જેએસડબ્લ્યુ સ્ટીલ, ટાટા સ્ટીલ અને વેદાંતા 3.36-13.00% સુધી વધીને બંધ થયા છે. જો કે દિગ્ગજ શેરોમાં ઓએનજીસી, વિપ્રો, ગેલ ઈન્ડિયા, એચસીએલ ટેક, ઝિ એન્ટરટેનમેન્ટ અને એનટીપીસી 1.90-3.13% સુધી ઘટીને બંધ થયા છે.

મિડકેપ શેરોમાં વોકહાર્ટ, જિંદાલ સ્ટીલ, ઑબરોય રિયલ્ટી, અદાણી પાવર અને યુનિયન બેન્ક 20-5.51% સુધી મજબૂત થઈને બંધ થયા છે. જો કે મિડકેપ શેરોમાં ટાટા ગ્લોબલ બેવરેજીસ, ભારત ઈલેક્ટ્રોનિક, કોલગેટ, યુપીએલ, 3એમ ઈન્ડિયા 2.46-1.48% સુધી લપસીને બંધ થયા છે.

સ્મૉલકેપ શેરોમાં ત્રિજેન ટેક, ડાલમિયા શુગર, થિરૂમલાઇ કેમિકલ્સ, ધામપુર શુગર અને આઈજી પેટ્રોલિયમ 20-17.38% સુધી ઉછળીને બંધ થયા છે. જો કે સ્મૉલકેપ શેરોમાં સોમાની સિરામિક્સ, ડીએફએમ ફૂડ્ઝ, સદભાવ એન્જિનયરિંગ, સિમેક અને ઈન્ફો એજ 12.24-5.71% સુધી તૂટીને બંધ થયા છે.

sensex nifty bombay stock exchange national stock exchange business news