Share Market Opening: સેન્સેક્સ 55 અંકના ઉછાળા સાથે 44,008 પર ખુલ્યું

18 November, 2020 11:12 AM IST  |  Dalal Street Mumbai | Gujarati Mid-day Online Correspondent

Share Market Opening: સેન્સેક્સ 55 અંકના ઉછાળા સાથે 44,008 પર ખુલ્યું

બીએસઈ

ઘરેલૂ શૅર બજારોમાં વધારાનો સિલસિલો યથાવત છે. બુધવારે શરૂઆતના કારોબારમાં બીએસઈ સેન્સેક્સ 55.15 અંકની તેજી સાથે 44,007.86 અંકના સ્તર પર પહોંચી ગયું છે. બીજી તરફ એનએસઈ નિફ્ટી પર પણ 19.10 અંકોની તેજી સાથે 12,983.30 અંકના સ્તર પર ટ્રેડિંગ થઈ રહી છે. બીએસઈ સેન્સેક્સ પર શરૂઆથના કારોબારમાં મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના શૅરોમાં સૌથી વધારે તેજી જોવા મળી રહી છે.

અન્ય એશિયાઈ બજારોમાં સકારાત્મક સંકેતોની વચ્ચે ફાઈનાન્શિયલ સ્ટૉકમાં તેજીથી ઘરેલૂ બજારમાં તેજી જોવા મળી છે. સેન્સેક્સમાં શરૂઆતના કારોબારમાં પાવરગ્રિડના શૅરોમાં એક ટકાથી વધારેની તેજી જોવા મળી છે.

બાદ એસબીઆઈ, લાર્સન એન્ડ ટ્રુબો, ઈન્ડસઈન્ડ બેન્ક, આઈસીઆઈસીઆઈ બેન્ક, બજાજ ફાઈનાન્સ અને ઓએનજીસીના શૅરોમાં વધારો જોવા મળી રહી છે. બીજી તરફ એચયૂએલ, ટાઈટન, ટેક મહિન્દ્રા, નેસ્લે ઈન્ડિયા અને ટીસીએસના શૅરોમાં શરૂઆતના કારોબારમાં ઘટાડો જોવા મળ્યો હતો.

એના છેલ્લા કારોબારી સત્રમાં બીએસઈ સેન્સેક્સ 314.73 અંક એટલે 0.72 ટકા વધીને 43,952.71 અંકના સ્તર પર બંધ થયું હતું. નિફ્ટી 93.95 અંક એટલે 0.74 ટકા વધીને 12,874.20 અંકના સ્તર પર બંધ થયું હતું.

શૅર બજારોના અસ્થાયી આંકડાઓ મુજબ મંગળવારે વિદેશી સંસ્થાગત રોકાણકારોએ શુદ્ધ આધાર પર 4905.35 કરોડો રૂપિયા મૂલ્યના શૅર ખરીદ્યા.

business news sensex nifty bombay stock exchange national stock exchange