વધારા સાથે ખુલ્યુ શૅર માર્કેટ, ટેક મહિન્દ્રા-ડૉ રેડ્ડીઝના શૅરોમાં તેજી

09 October, 2020 12:06 PM IST  |  Dalal Street Mumbai | Gujarati Mid-day Online Correspondent

વધારા સાથે ખુલ્યુ શૅર માર્કેટ, ટેક મહિન્દ્રા-ડૉ રેડ્ડીઝના શૅરોમાં તેજી

બીએસઈ

આજે સપ્તાહના છેલ્લા કારોબારી દિવસે એટલે શુક્રવારે શૅર બજાર વધારા સાથે ખુલ્યું છે. બૉમ્બે સ્ટૉક એક્સચેન્જના પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ શરૂઆતમાં 43.58 અંક ઉપર જઈને 40226.25ના સ્તર પર ખુલ્યું છે. તેમ જ નેશનલ સ્ટૉક એક્સચેન્જના નિફ્ટી 17.45 અંકોના મામૂલી વધારા સાથે 11832.40ના સ્તર પર ખુલ્યું છે. સવારે 9 વાગીને 40 મિનિટ પર 54.92 અંક ઘટીને 40,127.75ના સ્તર પર કારોબાર કરી રહ્યા હતા, જ્યારે નિફ્ટી 2.0 અંક કમજોર થઈને 11,832.40ના સ્તર પર કારોબાર કરી રહ્યા હતા. નિફ્ટીના 50 શૅરોમાંથી 31 શૅર લીલા નિશાન પર, 17 શૅર લાલ નિશાન અને 2 શૅર પરિવર્તન વગર કારોબાર કરી રહ્યા હતા.

છેલ્લા કારોબારી દિવસે સતત સેન્સેક્સ-નિફ્ટી મજબૂતી સાથે બંધ થયું હતું. સેન્સેક્સ 291.75 અંક ઉપર જઈને 40148.86ના સ્તર પર બંધ થયું હતું. તેમ જ નિફ્ટી 95.75 અંકના વધારા સાખે 11834.60ના સ્તર પર બંધ થયું હતું.

આજે આરબીઆઈની એમસીપીની ત્રણ દિવસથી મીટિંગના પરિણામની જાહેરાત થવાની છે. આરબીઆઈ ગર્વનર શક્તિકાંત ગાસ પ્રેસ કૉન્ફ્રેન્સ એના વિશે જાણકારી આપશે.

આજના પ્રમુખ શૅરોમાં ટેક મહિન્દ્રા, ડૉક્ટર રેડ્ડી, એચડીએફસી લાઈફ અને હીરો મોટોકૉર્પના શૅક લીલા નિશાનમાં ખુલ્યું. તેમ જ હિન્ડાલ્કો, ટીસીએસ, નેસ્લે ઈન્ડિયા, ઈન્ડસઈન્ડ બેન્ક અને ગેલની શરૂઆત લાલ નિશાનમાં થઈ છે.

business news sensex nifty bombay stock exchange national stock exchange