વધારા સાથે ખુલ્યું શૅર માર્કેટ, સેન્સેક્સ-નિફ્ટી બન્નેમાં તેજી

01 July, 2020 09:46 AM IST  |  Dalal Street Mumbai | Gujarati Mid-day Online Correspondent

વધારા સાથે ખુલ્યું શૅર માર્કેટ, સેન્સેક્સ-નિફ્ટી બન્નેમાં તેજી

બીએસઈ

ભારત સરકાર દ્વારા 59 ચાઈનીઝ એપ્સ પર લગાવેલા બૅનનો અસર પણ ભારતીય શૅર બજાર પર જોવા મળ્યો છે. સવારે પોણા દસ વાગ્યે 50 શૅરોમાંથી 25 શૅર ગ્રીન સિગ્નલમાં અને 23 શૅર લાલ સિગ્નલમાં દેખાયા.

બુધવારે ભારતીય શૅર બજાર વધારા સાથે ખુલ્યા છે. બૉમ્બે સ્ટૉક એક્સચેન્જના સેન્સેક્સ ઈન્ડેક્સ 0.20% એટલે કે 68 અંકના વધારા સાથે 34,983 પર ખુલ્યું છે, જ્યારે નિફ્ટી 0.15% એટલે 14.95 અંકના વધારા સાથે 10,317 પર ખુલ્યું છે. સવારે પોણા દસ વાગ્યે નિફ્ટીના 50 શૅરોમાંથી 25 શૅર લીલા નિશાનમાં અને 23 શૅર લાલ નિશાનમાં ત્યારે 2 શૅર પરિવર્તન વગર કારોબાર કરી રહ્યા હતા. મંગળવારે બીએસઈ 0.13% એટલે 45.72 અંક નીચે ઘટીને 34915 અંક પર બંધ થયું. તે સમય દરમિયાન હેલ્થકેર સેક્ટરમાં સૌથી વધારે ઘટાડો જોવા મળ્યો. ભારત સરકાર દ્વારા 59 ચાઈનીઝ એપ પર બૅનનો અસર પણ ભારતીય શૅર બજાર પર જોવા મળ્યો.

મંગળવારે અમેરિકાના ડાઓ જોન્સ 217 અંકના વધારા સાથે 25812 અંક પર, નાસ્ડેક 184 અંકના વધારા સાથે 10058 પર અને એસએન્ડપી 47 અંકના વધારા સાથે 3100 પર બંધ થયા.

business news sensex nifty bombay stock exchange national stock exchange