સપ્તાહના અંતિમ દિવસે ઘટાડા સાથે ખુલ્યું બજાર, આ શૅર્સ તૂટ્યા

31 July, 2020 09:50 AM IST  |  Dalal Street Mumbai | Gujarati Mid-day Online Correspondent

સપ્તાહના અંતિમ દિવસે ઘટાડા સાથે ખુલ્યું બજાર, આ શૅર્સ તૂટ્યા

બીએસઈ

શુક્રવારે શરૂઆતી કારોબાર દરમિયાન ભારતીય શેરબજારમાં મંદીનો ટ્રેન્ડ જોવા મળ્યો હતો. સમાચાર લખતા સમયે એનએસઈના નિફ્ટી 50 37.30 અંકના ઘટાડા સાથે 11,064.85ના સ્તર પર કારોબાર કરતા નજર આવ્યા. જ્યાં બીએસઈના સેન્સેક્સ 146.31 અંક તૂટીને 37,589.76ના સ્તર પર કારોબાર કરી રહ્યા હતા. ગુરૂવારે શૅર બજાર બંધ થયા બાદ Reliance Industriesના પહેલા ક્વાર્ટરના પરિણામ આવ્યા હતા. જોરદાર નફો હોવા છતાં શરૂઆતના કારોબાર દરમિયાન RILના શૅર એનએસઈ પર 1.40 ટકાના ઘટાડા સાથે 2079.35ના સ્તર પર કારોબાર કરતા નજર આવ્યા.

નિફ્ટી 50માં સામેલ આ શૅર્સમાં તેજી જોવા મળી

નિફ્ટી50માં સામેલ જે કંપનીઓમાં સૌથી વધારે તેજી જોવા મળી એમાં એસબીઆઈ 2.17 ટકા, એચસીએલ ટેક્નોલોજી 2.14 ટકા, ઈન્ફોસિસ 2.06 ટકા, ટીસીએસ 1.92 ટકા અને ગ્રાસિમ 1.75 ટકા સામેલ છે.

આ શૅર્સમાં ઘટાડો જોવા મળ્યો

નિફ્ટી50માં સામેલ જે કંપનીઓમાં સૌથી વધારે ઘટાડો નોંધાયો એમાં એચડીએફસી લાઈફ 1.74 ટકા, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ 1.20 ટકા, કોટક મહિન્દ્રા બેન્ક 1.11 ટકા, એચડીએફસી 0.95 ટકા અને એચડીએફસી બેન્ક 0.92 ટકા સામેલ રહ્યા છે.

business news sensex nifty bombay stock exchange national stock exchange