શૅર બજારમાં શરૂઆતમાં જોવા મળી તેજી, ટેક મહિન્દ્રામાં અધિક ઉછાળો

28 July, 2020 09:47 AM IST  |  Dalal Street Mumbai | Gujarati Mid-day Online Correspondent

શૅર બજારમાં શરૂઆતમાં જોવા મળી તેજી, ટેક મહિન્દ્રામાં અધિક ઉછાળો

ભારતીય શૅર બજાર

શૅર બજાર મંગળવારે વધારા સાથે ખુલ્યું છે. સાથે જ શરૂઆતના કારોબારમાં વધારો જોવા મળી રહ્યો છે. બૉમ્બે સ્ટૉક એક્સચેન્જના સેન્સેક્સ ઈન્ડેક્સ મંગળવારે 117.45 અંકના વધારા સાથે 38,052.18 પર ખુલ્યું છે. મંગળવારે સવારે સાડા નવ વાગ્યે 0.62% એટલે 235.39 અંકના વધારા સાથે 38,170.12 પર ટ્રેન્ડ કરી રહ્યા હતા. મંગળવારે શરૂઆતના કારોબારમાં બીએસઈના સેન્સેક્સના 30 શૅરોમાંથી 25 શૅર લીલા નિશાન પર અને 5 શૅર લાલ નિશાન પર ટ્રેન્ડ કરતા દેખાયા.

સેન્સેક્સના સાથે જ નેશનલ સ્ટૉક એક્સચેન્જના નિફ્ટી ઈન્ડેક્સ પણ મંગળવારે શરૂઆતના કારોબારમાં વધારા સાથે ટ્રેન્ડ કરતા દેખાયા. શરૂઆતના કારોબારમાં સવારે 9 વાગીને 39 મિનિટ પર નિફ્ટી 0.76% એટલે 84.25 અંકના વધારા સાથે 11,216.05 પર ટ્રેન્ડ કરતા દેખાયા. શરૂઆતના કારોબારમાં નિફ્ટી 50 શૅરોમાંથી 41 શૅર લીલા નિશાન પર અને 9 શૅર લાલ નિશાન પર ટ્રેન્ડ કરતા દેખાયા.

બેન્કિંગ, પીએસયુ બેન્ક, પ્રાઇવેટ બેન્ક, રિયલ્ટી, ઑટો, ફાઈનાન્સ સર્વિસ, મેટલ, ફાર્મા અને આઈટી શેરોમાં 1.12-0.09 ટકા ની મજબૂતી જોવાને મળી રહી છે. જ્યારે બેન્ક નિફ્ટી 0.95 ટકા વધારાની સાથે 22,056.25 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.

બજારમાં કારોબારના આ સમય દરમ્યાન દિગ્ગજ શેરોમાં ટેક મહિન્દ્રા, ઈન્ડસઈન્ડ બેન્ક, ટાટા મોટર્સ, બીપીસીએલ, એક્સિસ બેન્ક, ટીસીએસ અને અદાણી પોર્ટ્સ 1.33-5.29 ટકા સુધી ઉછળા છે. જ્યારે દિગ્ગજ શેરોમાં ભારતી ઈન્ફ્રા ટેલ, આઈસીઆઈસીઆઈ બેન્ક, સિપ્લા, પાવર ગ્રિડ, એશિયન પેંટ્સ, આઈટીસી અને ઈન્ફોસિસ 0.32-1.16 ટકા ઘટ્યો છે.

મિડકેપ શેરોમાં ફ્યુચર રિટેલ, નિપ્પોન, એમએન્ડએમ ફાઈનાન્શિયલ, એનબીસીસી(ઈન્ડિયા) અને ઈન્ડિયન બેન્ક 4.98-2.03 ટકા સુધી વધ્યા છે. જો કે મિડકેપ શેરોમાં એડલવાઈઝ, વરેરોક એન્જિનયર, ભારત ઈલેક્ટ્રોનિક, વોલ્ટાસ અને સીજી કંઝ્યુમર 3.92-1.24 ટકા સુધી લપસ્યા છે.

sensex nifty business news bombay stock exchange national stock exchange