Market Open: વધારા સાથે ખુલ્યું શૅર બજાર, આ શૅરોમાં દેખાઈ તેજી

25 February, 2020 09:52 AM IST  |  Dalal Street Mumbai

Market Open: વધારા સાથે ખુલ્યું શૅર બજાર, આ શૅરોમાં દેખાઈ તેજી

શૅર માર્કેટ

છેલ્લા સત્રમાં સોમવારે ભારે ઘટાડા સાથે બંધ થયેલું શૅર બજાર આજે મંગળવારે વધારા સાથે ખુલ્યુ છે. બૉમ્બે સ્ટૉક એક્સચેન્જના સેન્સેક્સ ઈન્ડેક્સ આજે 134.49 અંકના વધારા સાથે 40,497.72 પર ખુલ્યું છે. સમાચાર લખે ત્યા સુધી 40,506.72 અંક સુધી ગયું. જ્યાં નેશનલ સ્ટૉક એક્સચેન્જના નિફ્ટી ઈન્ડેક્સ 48.10 અંકની તેજી સાથે 11,877.50 પર ખુલ્યું છે. સમાચાર લખે ત્યા સુધી નિફ્ટી 11,877.50 અંકો સુધી ગયા.

સેન્સેક્સ મંગળવારે સવારે 9 વાગીને 23 મિનિટ પર શરૂઆતના કારોબારમાં 0.30% અથવા એટલે 134.94 અંકોની તેજી સાથે 40,498.17 પર કારોબાર કરી રહ્યા હતા અને નિફ્ટી 0.35% અથવા એટલે 41.50 અંકની તેજી સાથે 11,870.90 પર કારોબાર કરી રહ્યા હતા. આ સમય પર નિફ્ટી-50માં 38 કંપનીઓના શૅર લીલા નિશાન પર, 11 કપંનીઓના શૅર લા નિશાન પર અને એક કંપનીના શૅર પરિવર્તન વગર કારોબાર કરતા દેખાયા

આ શૅરોમાં તેજી

શરૂઆતના કારોબારમાં મંગળવારે સવારે નિફ્ટી-50ની કંપનીઓના શૅરોમાં સૌથી વધારે તેજી Hindustan Unilever, Zee Entertainment Enterprises, Jsw Steel, Vedanta અને Yes Bankના શૅરોમાં દેખાઈ રહી હતી.

આ શૅરોમાં ઘટાડો

શરૂઆતના કારોબારમાં મંગળવારે સવારે નિફ્ટી-50માં સામેલ કંપનીઓમાંથી UPL, Tech Mahindra, Infratel, Hdfc Bank અને HCL Technologiesના શૅરોમાં સૌથી વધારે ઘટાડો જોવા મળ્યો.

sensex nifty bombay stock exchange business news