ઘટાડા સાથે ખુલ્યું શૅર બજાર, ટાટા મોટર્સ, હીરો મોટોકૉર્પમાં ઉછાળો

03 August, 2020 09:41 AM IST  |  Dalal Street Mumbai | Gujarati Mid-day Online Correspondent

ઘટાડા સાથે ખુલ્યું શૅર બજાર, ટાટા મોટર્સ, હીરો મોટોકૉર્પમાં ઉછાળો

બીએસઈ

આજના કારોબારી દિવસે ભારતીય શૅર બજારમાં ઘટાડા સાથે કારોબાર થઈ રહ્યો છે. શરૂઆતી કારોબારમાં સેન્સેક્સ 37,318.06 પર પહોંચ્યો જ્યારે નિફ્ટીએ 10987.50 પર કારોબાર થતો જોવા મળી રહ્યો છે. સેન્સેક્સ 0.90% અને નિફ્ટીમાં 0.78%ની નબળાઈ દેખાઈ રહી છે.

સ્મૉલકેપ શેરોમાં અને મિડકેપ શેરોમાં ખરીદારીનું વલણ જોવામાં આવી રહ્યુ છે. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 0.20%ની મજબૂતી દેખાઈ રહી છે, જ્યારે નિફ્ટીના મિડકેપ 100 ઈન્ડેક્સમાં 0.38 ટકાનો વધારો નોંધવામાં આવી રહ્યો છે. બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 0.29%ના ઉછાળાની સાથે કારોબાર થઈ રહ્યો છે.

હાલમાં બીએસઈના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 338.41 અંક એટલે કે 0.90%ના ઘટાડાની સાથે 37268.48 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે એનએસઈના 50 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 86 અંક એટલે કે 0.78% ઘટીને 10987.50 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.

બેન્કિંગ, પ્રાઈવેટ બેન્ક, ઑટો, રિયલ્ટી, મેટલ, આઈટી અને ફાઈનાન્સ સર્વિસિઝ શેરોમાં 1.66-0.10% વેચવાલી જોવાને મળી રહી છે. બેન્ક નિફ્ટી 1.31% ઘટાડાની સાથે 21357.40 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે ઑટો, પીએસયુ બેન્ક, એફએમસીજી અને ફાર્મા શેરોમાં મજબૂતી દેખાઈ રહી છે.

દિગ્ગજ શેરોમાં યુપીએલ, ઈન્ડસઈન્ડ બેન્ક, કોટક મહિન્દ્રા બેન્ક, એચડીએફસી બેન્ક, એક્સિસ બેન્ક, એચડીએફસી લાઈફ અને એચડીએફસી 1.36-3.14% સુધી ઘટ્યા છે. જો કે દિગ્ગજ શેરોમાં ટાટા મોટર્સ, હિરો મોટોકૉર્પ, આઈશર મોટર્સ, મારુતિ સુઝુકી અને બજાજ ઑટો 1.73-5.30% સુધી વધ્યા છે.

sensex nifty bombay stock exchange national stock exchange business news