શૅર માર્કેટ: શરૂઆતના કારોબારમાં દેખાયો ઘટાડો, સેન્સેક્સ 150 અંક નીચે

03 October, 2019 09:55 AM IST  |  દલાલ સ્ટ્રીટ મુંબઈ

શૅર માર્કેટ: શરૂઆતના કારોબારમાં દેખાયો ઘટાડો, સેન્સેક્સ 150 અંક નીચે

શૅર માર્કેટ

શૅર બજાર ગુરૂવારે ઘટાડા સાથે ખુલ્યું છે. બૉમ્બે સ્ટૉક એક્સચેન્જના સેન્સેક્સ ઈન્ડેક્સ ગુરૂવારે 167.54 અંકોના ઘટાડા સાથે 38,137.87 પર ખુલ્યું છે. માર્કેટ ખુલ્યા બાદ સેનસેક્સ સવારે 9 વાગીને 36 મિનિટ પર સમાચાર લખે ત્યા સુધી 37,957.56 અંકો સુધી ગયા. ત્યાં નેશનલ સ્ટૉક એક્સચેન્જના નિફ્ટી આજે 37.65અંકોના ઘટાડા સાથે 11,322.25 પર ખુલ્યું છે. સમાચાર લખે ત્યા સુધી 11,257.35 અંકો સુધી ગયા.

ગુરૂવારે 9 વાગીને 38 મિનિટ પર સેન્સેક્સ 156.48 અંકોના ઘટાડા સાથે 38,148.93 પર કારોબાર કરી રહ્યા હતા અને નિફ્ટી 57.05 અંકોના ઘટાડા સાથે 11,302.85 પર કારોબા કરી રહ્યા હતા. આ સમય પર નિફ્ટીની 50 કંપનીઓમાંથી 17 કંપનીઓના શૅર લીલા નિશાન પર અને 33 કંપનીઓના શૅર લાલ નિશાન પર કારોબાર કરતા દેખાયા.

આ કંપનીઓના શૅરોમાં દેખાયો વધારો

શરૂઆતના કારોબારમાં નેશનલ સ્ટૉક એક્સચેન્જના નિફ્ટી 50 કંપનીઓના શૅરોમાંથી સૌથી વધારે તેજી YES BANK, TATA MOTORS, Eicher Motors, Zee Entertainment Enterprises અને BPCL કંપનીઓના શૅરોમાં દેખાઈ.

આ કંપનીઓના શૅર લાલ નિશાન પર

શરૂઆતના કારોબારમાં નિફ્ટી 50માં સામેલ કંપનીઓમાંથી Hindalco Industries, Vedanta Limited, TATA STEEL, COAL INDIA અને AXIS BANK કંપનીઓના શૅરોમાં આજે સૌથી વધારે ઘટાડો દેખાયો.

sensex nifty bombay stock exchange national stock exchange business news