વધારા સાથે ખુલ્યુ શૅર માર્કેટ, સેન્સેક્સમાં 149 અંકની તેજી

18 September, 2019 09:35 AM IST  |  દલાલ સ્ટ્રીટ મુંબઈ

વધારા સાથે ખુલ્યુ શૅર માર્કેટ, સેન્સેક્સમાં 149 અંકની તેજી

વધારા સાથે ખુલ્યુ શૅર માર્કેટ

શૅર બજાર આજે બુધવારે વધારા સાથે ખુલ્યું છે. શરૂઆતના કારોબારમાં પણ શૅર બજારમાં વધારો જોવા મળ્યો છે. બૉમ્બે સ્ટૉક એક્સચેન્જના સેન્સેક્સ ઈન્ડેક્સ આજે 140.29 અંકોના વધારા સાથે 36,621.38 પર ખુલ્યું છે. સમાચાર લખે ત્યા સુધી 36,712.99 અંકો સુધી ગયા. ત્યા નેશનલ સ્ટૉક એક્સચેન્જના નિફ્ટી ઈન્ડેક્સ આજે 55.2 અંકોના વધારા સાથે 10,872.80 પર ખુલ્યું છે. સમાચાર લખે ત્યા સુધી 10,885.15 અંકો સુધી ગયા.

આજે 9 વાગીને 32 મિનિટ પર સેન્સેક્સ 149.81 અંકોના વધારા સાથે 36,630.90 પર કારોબાર કરી રહ્યા હતા અને નિફ્ટી 34.05 અંકોના વધારા સાથે 10,851.65 પર કારોબાર કરી રહ્યા હતા. સમાચાર લખે ત્યા સુધી નિફ્ટીની 50 કંપનીઓમાંથી 32 કંપનીઓના શૅર લીલા નિશાન પર, 17 કંપનીઓના શૅર લાલ નિશાન પર અને એક કંપનીના શૅર પરિવર્તન વગર કારોબાર કરી રહ્યા હતા.

આ કંપનીઓના શૅરોમાં દેખાઈ તેજી

શરૂઆતના કારોબારમાં નેશનલ સ્ટૉક એક્સચેન્જના નિફ્ટી 50 કંપનીઓના શૅરોમાંથી સૌથી વધારે તેજી BHARAT PETROLEUM CORPORATION LIMITED, BAJAJ FINANCE LIMITED, TATA STEEL, BAJAJ FINSERV LIMITED અને INDIAN OIL CORPORATION LIMITED કંપનીઓના શૅરોમાં દેખાઈ રહી છે.

આ કંપનીઓના શૅરમાં દેખાયો ઘટાડો

શરૂઆતના કારોબારમાં નિફ્ટી 50માં સામેલ કંપનીઓમાંથી BRITANNIA, UPL LIMITED, MARUTI, HERO MOTOCO અને CIPLA કંપનીઓના શૅરોમાં આજે સૌથી વધારે ઘટાડો જોવા મળ્યો છે.

sensex nifty bombay stock exchange national stock exchange business news