શરૂઆતના કારોબારમાં તેજી, સેન્સેક્સમાં 150થી વધારે અંકોની તેજી

11 July, 2019 10:10 AM IST  |  દલાલ સ્ટ્રીટ મુંબઈ

શરૂઆતના કારોબારમાં તેજી, સેન્સેક્સમાં 150થી વધારે અંકોની તેજી

શરૂઆતના કારોબારમાં તેજી

શૅર બજારના શરૂઆતના કારોબારમાં આજે ગુરૂવારે તેજી જોવા મળી છે. બૉમ્બે સ્ટૉક એક્સચેન્જના સેન્સેક્સ ઈન્ડેક્સ આજે લગભગ 194 અંકોના વધારા સાથે 38,751.62 પર ખુલ્યું. સમાચાર લખતા સમયે સેન્સેક્સ 38,774.80 અંક પર પહોંચ્યું. ત્યાં નેશનલ સ્ટૉક એક્સચેન્ડના નિફ્ટી ઈન્ડેક્સ લગભગ 63 અંકોના વધારા સાથે 11,561.45 પર ખુલ્યું. નોંધનીય છે કે સોમવારે ભારતીય શૅર બજારમાં 9 મહિનાનો સૌથી મોટો ઘટાડો જોવા મળ્યો હતો.

સમાચાર લખતા સમયે 9 વાગીને 53 મિનિટ પર બૉમ્બે સ્ટૉક એક્સચેન્જના સેન્સેક્સ ઈન્ડેક્સ 130.58 અંકોની તેજી સાથે 38,687.62 પર કારોબાર કરી રહ્યા હતા. ત્યાં નેશનલ સ્ટૉક એક્સચેન્જના નિફ્ટી ઈન્ડેક્સ 9 વાગીને 54 મિનિટ પર 41.85 અંકોના વધારા સાથે 11,540.75 અંકો પર કારોબાર કરી રહ્યા હતા. નિફ્ટીની 50 કંપનીઓમાંથી 42 કંપનીઓના શૅર લીલા નિશાન પર અને 8 કંપનીઓના શૅર લાલ નિશાન પર કારોબાર કરતા દેખાયા.

sensex nifty bombay stock exchange national stock exchange business news