સેન્સેક્સમાં 353 અંકોનો ઉછાળો, નિફ્ટી 11,000ની ઉપર થયું બંધ

14 August, 2019 04:17 PM IST  |  દલાલ સ્ટ્રીટ મુંબઈ

સેન્સેક્સમાં 353 અંકોનો ઉછાળો, નિફ્ટી 11,000ની ઉપર થયું બંધ

શૅર બજારમાં ઉછાળો

સ્વતંત્રતા દિવસના પહેલા દિવસે ભારતીય શૅર બજારમાં બુધવારે તેજી જોવા મળી. એનએસઈના નિફ્ટી 50 શૅરોમાં 103.55 અંકોના ઉછાળા સાથે 11,029.40ના સ્તર પર બંધ થયું. જ્યાં બીએસઈના સેન્સેક્સ પમ 353.37 અંકોના વધારા સાથે 37,311.53ના સ્તર પર બંધ થયું. 1297 શૅર તેજી સાથે બંધ થયા જ્યાં 1148 શૅરોમાં ઘટાડો નોંધવામાં આવ્યો અને 142 શૅરોમાં ભાવ અપરિવર્તિત રહ્યા.

ગેનર્સ એન્ડ લૂઝર્સ: નિફ્ટીમાં સામેલ યૂપીએલ, બજાજ ફિનસર્વ, વેદાન્તા, ટાટા સ્ટીલ અને ઝી એન્ટરટેનમેન્ટમાં સૌથી વધારે તેજી જોવા મળી. જ્યાં સન ફાર્મા, ઈન્ડિયાબુલ્સ હાઉસિંગ, વિપ્રો, ડૉ રેડ્ડીઝ લેબ અને કોલ ઈન્ડિયાના શૅરોમાં ઘટાડો નોંધવામાં આવ્યા છે.

સેક્ટોરિયલ ઈન્ડેક્સનો હાલ જોઈએ તો સેક્ટોરિયલ ઈન્ડેક્સની વાત કરીએ તો મેટલ સેક્ટરમાં સૌથી વધારે ખરીદારી જોવા મળી અને તે 2.3%ની તેજી સાથે બંધ થયું. ઈન્ફ્રા સેક્ટરમાં પણ 1.6% તેજી નોંધવામાં આવી છે. જ્યાં બેન્ક, એફએમસીજી, એનર્જી અને આઈટી સેક્ટરમાં પણ તેજી જોવા મળી. જોકે ફાર્મા સેક્ટર પર દબાણ જોવા મળ્યું. બીએસઈ મિડકેપ ઈન્ડેક્સ 0.8% અને સ્મૉલકેપ 0.4%ની તેજી નોંધવામાં આવી.

sensex nifty bombay stock exchange national stock exchange business news