Closing Bell: શૅર માર્કેટ મજબૂત થઈને બંધ, સેન્સેક્સ 429 અંક ઉપર

02 July, 2020 03:50 PM IST  |  Dalal Street Mumbai | Gujarati Mid-day Online Correspondent

Closing Bell: શૅર માર્કેટ મજબૂત થઈને બંધ, સેન્સેક્સ 429 અંક ઉપર

બીએસઈ

દિવસની શરૂઆત ઉછાળા સાથે થયા બાદ અંતે શૅર બજારે વધારો યથાવત રાખ્યો. આજના કારોબારી સત્રના દિવસે ભારતીય બજાર મજબૂતી સાથે બંધ થયા છે. આજે નિફ્ટી 10550ની ઉપર બંધ થયું જ્યારે સેન્સેક્સે 35840ની પાર બંધ થયું. આજના કારોબારમાં નિફ્ટી 10,598.20 સુધી પહોંચ્યું ત્યારે સેન્સેક્સ 36,014.92 સુધી પહોંચ્યો.

સ્મૉલકેપ અને મિડકેપ શેરોમાં ખરીદારીનું વલણ જોવા મળ્યુ. BSEના મિડકેપ ઈન્ડેક્સ 1.11 ટકા વધીને 13,223.06 ના સ્તર પર બંધ થયા છે. જ્યારે BSEના સ્મૉલકેપ ઈન્ડેક્સ 0.91%ની મજબૂતીની સાથે 12,542.30 પર બંધ થયા છે.

અંતમાં BSEના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 429.25 અંક એટલે કે 1.21%ની મજબૂતી સાથે 35843.70ના સ્તર પર બંધ થયા છે. તો એનએસઈના 50 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 132 અંક એટલે કે 1.27%ની વધારાની સાથે 10562 ના સ્તર પર બંધ થયા છે.

આજે બેન્કિંગ, આઈટી, એફએમસીજી, ફાર્મા, રિયલ્ટી, પ્રાઈવેટ બેન્ક, મેટલ અને ફાઈનાન્સ સર્વિસ શેરોમાં સારી ખરીદારી જોવા મળી છે. બેન્ક નિફ્ટી 0.01%ના મામૂલી વધારાની સાથે 21,979.15ના સ્તર પર બંધ થયા છે. જ્યારે પીએસયુ બેન્ક શેરોમાં દબાણ જોવા મળ્યુ છે.

આજના કારોબારના આ સમય દરમ્યાન દિગ્ગજ શેરોમાં એમએન્ડએમ, હિરો મોટોકૉર્પ, ટાઈટન, સિપ્લા, એચસીએલ ટેક અને ઈન્ફોસિસ 3.29-6.42% સુધી વધીને બંધ થયો છે. જો કે દિગ્ગજ શેરોમાં એક્સિસ બેન્ક, યુપીએલ, વેદાંતા, એચયુએલ, આઈશર મોટર્સ અને ભારતી એરટેલ 0.29-1.95% સુધી ઘટીને બંધ થયા છે.

business news sensex nifty bombay stock exchange national stock exchange