તેજી સાથે ખુલ્યું શૅર બજાર, સેન્સેક્સ અને નિફ્ટીમાં ઉછાળો

06 September, 2019 09:44 AM IST  |  દલાલ સ્ટ્રીટ મુંબઈ

તેજી સાથે ખુલ્યું શૅર બજાર, સેન્સેક્સ અને નિફ્ટીમાં ઉછાળો

સેન્સેક્સમાં ઉછાળો

ભારતીય શૅર બજારમાં સપ્તાહના અંતિમ કારોબાર દિવસે તેજી નજર આવી છે. સવારે 200 અંકોના વધારા સાથે ઓપન થયેલું બજાર 9.46 વાગ્યાની આસપાસ 170 અંકોની તેજી સાથે 36,814ના સ્તર પર કારોબાર કરી રહ્યા હતા જ્યાં નિફ્ટી 45 અંકોની તેજી સાથે 10,892ના સ્તર પર કારોબાર કરવા લાગ્યા.

બજારમાં આ તેજી એશિયાઈ બજારોથી મળેલા સકારાત્મક સંદેશાઓ બાદ નજર આવી છે. શરૂઆતના કારોબારમાં ટેક મહિન્દ્રા સૌથી મોટા ગેનરના રૂપમાં સામે આવ્યા છે. એ સિવાય ભારતી એરટેલ, Axis Bank, NTPC, Axis Bank, ONGC, Tata Motors, Infosys, PowerGrid અને RILના શૅર્સમાં 1.95 ટકા તેજી નજર આવી છે.

આ પણ વાંચો : હવે લોન લેવી થઈ સહેલી, માત્ર 59 મિનિટમાં મળશે ઓનલાઈન મંજૂરી

એની પહેલા ગુરૂવારે ભારતીય શૅર બજાર ઘટાડા સાથે બંધ થયું. ઑટો સેક્ટરના સરકાર તરફથી આપવામાં આવેલા આશ્વાસનો બાદ ગુરૂવારે એમાં ફરીથી 80 અંકોનો ઘટાડો આવ્યો છે. સેન્સેક્સ 174 અંકોના વધારા સાથે ખુલ્યુ, પરંતુ બેન્કિંગ અને આઈટી સેક્ટરના શૅરોમાં વેચવાલીના કારણે વધારો અકબંધ નહીં રાખી શક્યો અને આ 80.32 અંક એટલે 0.22 ટકાના ઘટાડા સાથે 36,644.42 પર બંધ થયું. નિફ્ટી પણ 3.25 અંક ઘટીને બંધ થયું.

sensex nifty bombay stock exchange national stock exchange business news