શૅર માર્કેટની ઘટાડા સાથે શરૂઆત, સેન્સેક્સ 250 અંક નીચે

19 September, 2019 10:38 AM IST  |  દલાલ સ્ટ્રીટ મુંબઈ

શૅર માર્કેટની ઘટાડા સાથે શરૂઆત, સેન્સેક્સ 250 અંક નીચે

શૅર માર્કેટની ઘટાડા સાથે શરૂઆત

બૉમ્બે સ્ટૉક એક્સચેન્જના સેન્સેક્સ ઈન્ડેક્સ આજે ગુરૂવારે 50.05 અંકોના વધારા સાથે 36,613.93 પર ખુલ્યું છે. જોકે શરૂઆતના કારોબારમાં સેન્સેક્સમાં ભારે ઘટાડો આવ્યો અને સમાચાર લખે ત્યા સુધી 36,318.04 અંકો સુધી ગયા. ત્યાં નેશનલ સ્ટૉક એક્સચેન્જના નિફ્ટી આજે લગભગ 5 અંકોના મામૂલી વધારા સાથે 10,845.20 પર ખુલ્યુ છે.

આજે 9 વાગીને 55 મિનિટ પર સેન્સેક્સ 233.50 અંકોના ભારે ઘટાડા સાથે 36,330.38 પર કારોબાર કરી રહ્યું હતું અને નિફ્ટી 75.95 અંકોના ઘટાડા સાથે 10,764.70 પર કારોબાર કરી રહ્યું હતુ. સમાચાર લખે ત્યા સુધી નિફ્ટીની 50 કંપનીઓમાંથી 10 કંપનીઓના શૅર લીલા નિશાન પર અને 40 કંપનીઓના શૅર લાલ નિશાન પર કારોબાર કરી રહ્યા હતા.

આ કંપનીઓના શૅરોમાં દેખાઈ તેજી

શરૂઆતના કારોબારમાં નેશનલ સ્ટૉક એક્સચેન્જના નિફ્ટીની 50 કંપનીઓના શૅરોમાંથી સૌથી વધારે તેજી TATA MOTORS, BHARTI AIRTEL LIMITED, MARUTI, ASIAN PAINT અને BRITANNIA કંપનીઓના શૅરોમાં દેખાઈ રહી છે.

આ કંપનીઓના શૅરોમાં દેખાયો ઘટાડો

શરૂઆતના કારોબારમાં નિફ્ટી 50માં સામેલ કંપનીઓમાંથી YES BANK, ZEE ENTERTAINMENT ENTERPRISES LIMITED, ICICI BANK, INDUSIND BANK LIMITED અને TATA STEEL કંપનીઓના શૅરોમાં આજે સૌથી વધારે ઘટાડો દેખાઈ રહ્યો છે.

sensex nifty bombay stock exchange national stock exchange business news