આજે વધારા સાથે શૅર બજારની શરૂઆત, સેન્સેક્સ 39,000ની પાર

16 July, 2019 10:06 AM IST  |  દલાલ સ્ટ્રીટ મુંબઈ

આજે વધારા સાથે શૅર બજારની શરૂઆત, સેન્સેક્સ 39,000ની પાર

આજે વધારા સાથે શૅર બજારની શરૂઆત

સપ્તાહના બીજા દિવસે આજે મંગળવારે શૅર બજાર વધારા સાથે ખુલ્યું છે. બૉમ્બે સ્ટૉક એક્સચેન્જના સેન્સેક્સ ઈન્ડેક્સ આજે 65.15 અંકોના વધારા સાથે 38,961.86 પર ખુલ્યું. ત્યા નેશનલ સ્ટૉક એક્સચેન્જના નિફ્ટી ઈન્ડેક્સ આજે 8.63 અંકોના મામૂલી વધારા સાથે 11,596.65 પર ખુલ્યું.

સવારે સાડા નવ વાગ્યે બૉમ્બે સ્ટૉક એક્સચેન્જના સેન્સેક્સ ઈન્ડેક્સ 12.852 અંકોના ઘટાડા સાથે 38,883.89 પર કારોબાર કરી રહ્યા હતા. ત્યા નેશનલ સ્ટૉક એક્સચેન્જના નિફ્ટી ઈન્ડેક્સ સાડા નવ વાગ્યે 3.85 અંકોના ઘટાડા સાથે 11,584.50 પર કારોબાર કરી રહ્યા હતા. નિફ્ટીની 50 કંપનીઓમાંથી આજે 25 કંપનીઓના શૅર લીલા નિશાન પર અને 25 કંપનીઓના શૅર લાલ નિશાન પર કારોબાર કરતા દેખાયા.

આ કંપનીઓના શૅરોમાં દેખાઈ તેજી

નેશનલ સ્ટૉક એક્સચેન્જના નિફ્ટીના 50 કંપનીઓમાંથી સૌથી વધારે તેજી Vedanta Limited, NTPC Limited, TATA MOTORS, ONGC અને TATA STEELના શેરોમાં દેખાઈ રહી છે.

આ કંપનીઓના શૅરોમાં દેખાયો ઘટાડો

જ્યાં નિફ્ટી 50માં સામેલ કંપનીઓમાંથી Tata Consultancy Services Limited, WIPRO, Mahindra & Mahindra Limited, BAJAJ-AUT અને HCL Technologies Limited કંપનીઓના શૅરોમાં આજે સૌથી વધારે ઘટાડો દેખાઈ રહ્યો છે.

sensex nifty bombay stock exchange national stock exchange business news