શૅરબજારે કરી સારી શરૂઆત, સેન્સેક્સમાં 100 અંકનો ઉછાળો

23 April, 2019 10:24 AM IST  |  મુંબઈ

શૅરબજારે કરી સારી શરૂઆત, સેન્સેક્સમાં 100 અંકનો ઉછાળો

શૅરબજારની સારી શરૂઆત

મંગળવારના કારોબારી સત્રમાં ભારતીય શૅર બજારે સારી શરૂઆત કરી છે. સવારે સેન્સેક્સ 105 અંકોના ઉછાળા સાથે 38,751ના સ્તર પર અને નિફ્ટી 13 અંકોની તેજી સાથે 11,607ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. નિફ્ટી 50 શેર્સમાંથી વાત કરીએ તો 26 લીલા નિશાન પર, 23 લાલ નિશાન પર અને એક પરિવર્તન વગર કારોબાર કરી રહ્યા છે. જો ઈન્ડેક્સની વાત કરીએ તો નિફ્ટીના મિડકેપ 0.39% અને સ્મોલકેપ 0.34%ની તેજી સાથે કારોબાર કરી રહ્યા છે.

ઉલ્લેખનીય છેકે સોમવારને સેન્સેક્સ 495 અંકોના ઘટાડા સાથે 38,645ના સ્તર પર અને નિફ્ટી 158 અંકોની કમજોરી સાથે 11,594ના સ્તર પર બંધ થયું હતું.

સેક્ટોરિયલ ઈન્ડેક્સનો હાલ જોઈએ તો સવારે સાડા નવ વાગ્યે નિફ્ટી ઑટો0.35%ની તેજી, નિફ્ટી ફાઈનાન્સ સર્વિસ 0.59%ની તેજી, નિફ્ટી એફએમસીજી 0.25%ની તેજી, નિફ્ટી આઈટી 0.31%નો ઘટાડો, નિફ્ટી મેટલ 0.55%ની તેજી, નિફ્ટી ફાર્મા 1.09%ની તેજી અને નિફ્ટી રિયલ્ટી 1.12%ની તેજી સાથે કારોબાર કરી રહ્યા છે.

વૈશ્વિક બજારના હાલ પર નજર કરીએ તો બધા પ્રમુખ એશિયાઈ બજારોએ સુસ્ત શરૂઆત કરી છે. સવારે 9 વાગ્યે જાપાનના નિક્કેઈ 0.24%ના ઘટાડા સાથે 22165 પર, ચીનના શાંઘાઈ 0.78%ના ઘટાડા સાથે 3190 પર અને હેન્ગસેન્ગ 0.10%ના ઘટાડા સાથે 29933 પર કારોબાર કરી રહ્યા છે. જો અમેરિકાના બજારની વાત કરીએ તો કાલે ડાઓ જોન્સ 0.18%ના ઘટાડા સાથે 26511ના સ્તર પર, સ્ટાન્ડર્ડ એન્ડ પુઅર્સ 0.10%ની તેજી સાથે 2907ના સ્તર પર અને નાસ્ડેક 0.22%ની તેજી સાથે 8015ના સ્તર પર કારોબાર કરી બંધ થયા હતા.

sensex bombay stock exchange national stock exchange