સેન્સેક્સમાં 517 અંકોનો ઘટાડો, નિફ્ટી પણ 172 અંક નીચે

19 July, 2019 02:50 PM IST  |  દલાલ સ્ટ્રીટ મુંબઈ

સેન્સેક્સમાં 517 અંકોનો ઘટાડો, નિફ્ટી પણ 172 અંક નીચે

સેન્સેક્સમાં 517 અંકોનો ઘટાડો,

શુ્ક્રવારે ઘટાડા સાથે ઓપન થયેલુ ભારતીય શૅર બજાર આજે બપોરના કારોબાર દરમિયાન ભારે ઘટાડો જોવા મળ્યો. BSEના સેન્સેક્સ 517 અંકોના ઘટાડા 38,380.13ના સ્તર પર કારોબાર કરી રહ્યા હતા. જ્યાં NSEના નિફ્ટી 172 અંક તૂટીને 11,424.95ના સ્તર પર કારોબાર કરી રહ્યા હતા. BSE Auto ઈન્ડેક્સ 2.72% એટલે 456.33 અંકોના ઘટાડા સાથે 16,349.88 પર કારોબાર કરી રહ્યા હતા. નિફ્ટી ઑટો ઈન્ડેક્સમાં પણ 2.77%નો ઘટાડો જોવા મળ્યો.

નિફ્ટી 50માં સામેલ 50 શૅરોમાંથી 44 ઘટાડા સાથે કારોબાર કરતા નજર આવ્યો. ફક્ત 6 શૅરોમાં વધારો જોવા મળ્યો. નિફ્ટીમાં આવેલા ઘટાડા છતા જે શૅરોમાં તેજી જોવા મળી એમાં NTPC, ટાઈટન, ઓએનજીસી, ટીસીએસ અને બીપીસીએલ સામેલ છે. સૌથી વધારે વધારો NTPCમાં જોવા મળ્યો, એના શૅર 2.48%ની તેજી સાથે કારોબાર કરી રહ્યા હતા. કોઈપણ સેક્ટોરિયલ ઈન્ડેક્સ ગ્રીન નિશાનમાં કારોબાર કરતા નજર નથી આવ્યા.

શૅર બજારમાં ઘટાડાનું કારણ

FPI સરચાર્જમાં કોઈપણ પ્રકારની રાહતથી નામંજૂર કરતા નાણા પ્રધાન નિર્મલા સીતારામણે ફાઈનાન્સ બિલ પર 18 જૂલાઈએ થયેલી ચર્ચામાં કહ્યું કે એમણે ટ્રસ્ટની કંપની બનાવી જોઈએ.

sensex nifty bombay stock exchange national stock exchange business news