બજેટ પહેલા શૅર બજારમાં તેજી, સેન્સેક્સ 40,000ની પાર

05 July, 2019 10:48 AM IST  |  દલાલ સ્ટ્રીટ મુંબઈ

બજેટ પહેલા શૅર બજારમાં તેજી, સેન્સેક્સ 40,000ની પાર

બજેટ પહેલા શૅર બજારમાં તેજી,

રોજગારના દરમાં કમી, કૃષિ સંકટ, જીડીપી ગ્રોથ રેટમાં ઘટાડો અને ગ્લોબલ ટ્રેડ વૉરની વચ્ચે આજે સંસદમાં દેશનું સામાન્ય બજેટ રજૂ થશે. આ બધા પડકાર બાદ મોદી સરકાર 2.0 એક મોટા બહુમત સાથે સત્તામાં આવી છે, એટલે બજારને આશા છે કે આજના બજેટમાં મોટા સુધારા અને વિકાસ દરને વધારનારા નિર્ણય જોવા મળી શકે છે. 

બૉમ્બે સ્ટૉક એક્સચેન્જના સેન્સેક્સ ઈન્ડેક્સ આજે 82.34 અંકોના વધારા સાથે 39.990.40 પર ખુલ્યું. જ્યાં નેશનલ સ્ટૉક એક્સચેન્જના નિફ્ટી ઈન્ડેક્સ આજે 11,946.75 પર લગભગ 18સ અંકોના વધારા સાથે ખુલ્યું.

સવારે બૉમ્બે સ્ટૉક એક્સચેન્જના સેન્સેક્સ ઈન્ડેક્સ 110.37 અંકોના વધારા સાથે 40,018.43 પર કારોબાર કરી રહ્યા હતા. ત્યાં નેશનલ સ્ટૉક એક્સચેન્જના નિફ્ટી ઈન્ડેક્સ 33.70 અંકોના વધારા સાથે 11,980.45 અંકો પર કારોબાર કરી રહ્યા હતા. નિફ્ટીની 50 કંપનીઓમાંથી 38 કંપનીઓના શેર લીલા નિશાન પર અથવા 12 કંપનીઓના શૅર લાલ નિશાન પર કારોબાર કરતા દેખાયા. 

આ કંપનીઓના શેરોમાં દેખાઈ તેજી

નેશનલ સ્ટૉક એક્સચેન્જના નિફ્ટીમાં સામેલ 50 કંપનીઓમાંથી સૌથી વધારે તેજી UltraTech Cement Limited, Indiabulls Housing Finance Limited, INDUSIN BANK, Eicher Motors Limited અને Larsen & Toubro Limitedના શેરોમાં દેખાઈ રહી છે.

નિફ્ટીમાં સામેલ આ કંપનીઓના શેરોમાં ઘટાડો

નિફ્ટી 50માં સામેલ કંપનીઓમાંથી YES BANK, Vedanta Limited, NTPC Limited, Hindalco Industries Limited અને Oil & Natural Gas Corporation Limited કંપનીઓના શૅર લાલ નિશાન સાથે કારોબાર કરી રહ્યા હતા.

business news sensex nifty bombay stock exchange national stock exchange Budget 2019