બજારમાં ભારે ઘટાડો, સેન્સેક્સ 587 અંક નીચે, નિફ્ટી 10,750 નીચે બંધ

25 August, 2019 11:36 AM IST  |  દલાલ સ્ટ્રીટ મુંબઈ

બજારમાં ભારે ઘટાડો, સેન્સેક્સ 587 અંક નીચે, નિફ્ટી 10,750 નીચે બંધ

બજારમાં ભારે ઘટાડો

સપ્તાહના ચોથા કારોબારી દિવસે શૅર બજારમાં ભારે ઘટાડા સાથે બંધ થયું. બૉમ્બે સ્ટૉક એક્સચેન્જના સેન્સેક્સ 587 અંકોના ઘટાડા સાથે 36,472.93 અને નેશનલ સ્ટૉક એક્સચેન્જના નિફ્ટી ઈન્ડેક્સ 180.95 અંકોના ઘટાડા સાથે 10,737 પર બંધ થયું. એનએસઈના 50 શૅરોમાંથી 7 લીલા નિશાનમાં અને 43 લાલ નિશાન પર કારોબાર કરી બંધ થયું છે. આજે સવારે સેન્સેક્સ 27.21 અંકોના વધારા સાથે 37,087.58 પર ખુલ્યું. જ્યારે નિફ્ટી આજે લગભગ 13 અંકોના ઘટાડા સાથે 10,905.30 પર ખુલ્યું.

આ કંપનીઓના શૅરોમાં રહી તેજી

બીએસઈના જે શૅરોમાં તેજી રહી એમાં TECHM, TCS, HINDUNILVR અને HCLTECHના શૅર રહ્યા. જ્યારં ઘટાડાવાળા શૅરોમાં YESBANK, VEDL, BAJFINANCE, TATAMOTORSના શૅરમાં રહ્યાં.

sensex nifty bombay stock exchange national stock exchange business news