સેન્સેક્સ નવા વિક્રમ ઉંચાઈએ થયું બંધ, IT,Auto કંપનીના શૅરોમાં તેજી

20 January, 2021 03:48 PM IST  |  Dalal Street Mumbai | Gujarati Mid-day Online Correspondent

સેન્સેક્સ નવા વિક્રમ ઉંચાઈએ થયું બંધ, IT,Auto કંપનીના શૅરોમાં તેજી

બીએસઈ

ઘરેલૂ શૅર બજારોમાં બુધવારે ઘણી તેજી જોવા મળી છે. આઈટી, ફાઈનાન્સ અને ઑટોમોબાઈલ કંપનીઓના શૅર ખરીદીને લીધે બુધવારે શૅર બજાર રેકોર્ડ ઉચ્ચ સ્તર પર બંધ થયું છે. BSEના 30 શૅરો પર આધારિત સેન્સેક્સ ઈન્ડેક્સ 393.83 અંક એટલે 0.80 ટકાના વધારા સાથે 49,792.12 અંકના સ્તર પર બંધ થયું છે. બીજી તરફ NSEના Nifty 123.50 અંક એટલે 0.85 ટકાની તેજી સાથે 14,644.70 અંકના સ્તર પર બંધ થયું છે. નિફ્ટી પર ટાટા મોટર્સ, અદાણી પોર્ટ્સ, વિપ્રો, ટેક મહિન્દ્રા અને મારૂતિ સુઝુકીના શૅરોમાં સૌથી વધારે તેજી જોવા મળી છે. તેમ જ પાવરગ્રિડ, શ્રીસિમેન્ટ્સ, એનટીપીસી, ગેલ અને એસબીઆઈ લાઈફ ઘટાડા સાથે બંધ થયું છે.

બધા સેક્ટોરિયલ ઈન્ડેક્સ બુધવારે વધારા સાથે બંધ થયું. તેમ જ ઑટો, આઈટી અને પીએસયૂ બેન્ક ઈન્ડેક્સમાં બે-બે ટકાની તેજી જોવા મળી હતી.

BSE Sensex પર ટેક મહિન્દ્રા શૅરોમાંથી સૌથી વધારે 2.65 ટકાનો વધારો જોવા મળ્યો. મારૂતિના સ્ટોકમાં પણ 2.48 ટકાની તેજી જોવા મળી હતી. તેમ જ એશિયન પેન્ટ્સના શૅર 1.87 ટકા વધીને બંધ થયા છે. એ સિવાય રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, ઈન્ફોસિસ, એચસીએલ ટેક, એસબીઆઈ, ટીસીએસ, એક્સિસ બેન્ક. અલ્ટ્રાટેક સિમેન્ટ. આઈસીઆઈસીઆઈ બેન્ક, એચડીએફસી, ઈન્ડસઈન્ડ બેન્ક, લાર્સન એન્ડ ટુબ્રો, ટાઈટન, ભારતી એરટેલ, ઓએનજીસી, બજાજ ફાઈનાન્સ, બજાજ ફિનસર્વ અને બજાજ ઑટોના શૅર ગ્રીન માર્ક સાથે બંધ થયા છે.

બીજી તરફ પાવરગ્રિડના શૅરોમાં સર્વાધિક 2.20 ટકાનો વધારો જોવા મળ્યો છે. એ સિવાય એનટીપીસી, એચડીએફસી બેન્ક, આઈટીસી, કોટક મહિન્દ્રા બેન્ક, નેસ્લે ઈન્ડિયા, સનફાર્મા, હિન્દુસ્તાન યૂનિલીવર અને ડૉ રેડ્ડીઝના શૅર લાલ માર્ક સાથે બંધ થયા છે.

આના છેલ્લા સત્રમાં Sensex 49,398.29 અંકના સ્તર પર બંધ થયું હતું. બુધવારે BSE Sensex વધારા સાથે 49,508.79 અંકના સ્તર પર ખુલ્યું હતું.

sensex nifty business news bombay stock exchange national stock exchange