Closing Bell: ઘટાડા સાથે બંધ થયું બજાર, RIL, HDFC બેન્કના શૅર તૂટ્યા

31 July, 2020 03:42 PM IST  |  Dalal Street Mumbai | Gujarati Mid-day Online Correspondent

Closing Bell: ઘટાડા સાથે બંધ થયું બજાર, RIL, HDFC બેન્કના શૅર તૂટ્યા

ઘટાડા સાથે બંધ શૅર બજાર

ભારતીય શૅર બજાર સપ્તાહના અંતિમ કારોબારી દિવસે શૅર બજાર ઘટાડા સાથે બંધ થયું છે. આજના કારોબારી સત્રના દિવસે સેન્સેક્સ અને નિફ્ટી 0.3% નબળા થઈને બંધ થયા છે. અંતમાં નિફ્ટી 11100ની નીચે બંધ થયા છે અને સેન્સેક્સ 37606.89 પર બંધ થયા છે. દિવસના ઊપરી સ્તરોથી સેન્સેક્સે 129 અંકો સુધીના ગોથા લગાવ્યા જ્યારે નિફ્ટીમાં 28 અંકોનો ઘટાડો જોવા મળ્યો છે.

જો કે મિડકેપ અને સ્મૉલકેપ શેરોમાં મજબૂતી જોવાને મળી છે. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 0.36% સુધીને વધીને બંધ થયા છે, જ્યારે નિફ્ટીના મિડકેપ 100 ઈન્ડેક્સમાં 0.83 ટકાનો વધારો નોંધાયો છે. બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 0.43%ની ઉછાળાની સાથે બંધ થયા છે.

અંતમાં બીએસઈના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 129.18 અંક એટલે કે 0.34%ના ઘટાડા સાથે 37606.89 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે એનએસઈના 50 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 28.70 અંક એટલે કે 0.26% ઘટીને 11073.50ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.

બેન્કિંગ, પ્રાઈવેટ બેન્ક, ફાઈનાન્સ સર્વિસ અને ઑટો શેરોમાં 0.61-0.11 % સુધીનું દબાણ જોવા મળ્યું. બેન્ક નિફ્ટી 0.03%ના ઘટાડા સાથે 21,640.05 ના સ્તર પર બંધ થયા છે. જ્યારે ફાર્મા, રિયલ્ટી, પીએસયુ બેન્ક, એએફએમસીજી અને આઈટી શેરોમાં ઉછાળો જોવા મળ્યો છે.

દિગ્ગજ શેરોમાં આઈશર મોટર્સ, રિલાયન્સ, એચડીએફસી બેન્ક, બજાજ ઑટો અને કોટક મહિન્દ્રા બેન્ક 1.43-2.74 ટકા સુધી તૂટીને બંધ થયા છે. જ્યારે દિગ્ગજ શેરોમાં સન ફાર્મા, સિપ્લા, ગ્રાસિમ, જેએસડબ્લ્યુ સ્ટીલ, યુપીએલ, એસબીઆઈ અને એમએન્ડએમ 1.95-5.46 ટકા વધ્યો છે.

sensex nifty bombay stock exchange national stock exchange business news