મજબૂત થઈને શૅર માર્કેટ થયું બંધ, સેન્સેક્સમાં 376 અંકનો વધારો

27 October, 2020 04:16 PM IST  |  Dalal Street Mumbai | Gujarati Mid-day Online Correspondent

મજબૂત થઈને શૅર માર્કેટ થયું બંધ, સેન્સેક્સમાં 376 અંકનો વધારો

બીએસઈ

આજના કારોબારી સત્રના દિવસે ભારતીય બજારની વધારા સાથે શરૂઆત થયા બાદ કારોબારનો અંત પણ મજબૂતી સાથે થયો છે. આજે નિફ્ટી 11880 ની ઉપર જઈને બંધ થયા જ્યારે સેન્સેક્સ 40522.10 પર બંધ થયું. આજના કારોબારમાં નિફ્ટીએ 11,899.05 સુધી પહોંચ્યું, તો સેન્સેક્સ 40,555.60 સુધી પહોંચ્યું હતું.

સાથે જ સ્મૉલકેપ અને મિડકેપ શેરોમાં ખરીદારીનું વલણ જોવા મળ્યુ. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 1.6% વધીને 14,947.92 ના સ્તર પર બંધ થયા છે. જ્યારે બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 0.57%ની મજબૂતીની સાથે 15,085.94 પર બંધ થયું છે.

અંતમાં બીએસઈના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 376.60 અંક એટલે કે 0.94%ની મજબૂતીની સાથે 40522.10 ના સ્તર પર બંધ થયા છે. તો એનએસઈના 50 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 118.60 અંક એટલે કે 1.01%ની વધારાની સાથે 11886.40 ના સ્તર પર બંધ થયા છે.

આજે બેન્કિંગ, ફાઈનાન્શિયલ સર્વિસ, એફએમસીજી, ઑટો, ફાર્મા અને પ્રાઈવેટ બેન્ક અને મેટલ 0.01-3.14 ટકાની શૅરોમાં ખરીદારી જોવા મળી છે. બેન્ક નિફ્ટી 2.88 ટકાના વધારાની સાથે 24,769.50 ના સ્તર પર બંધ થયા છે. જ્યારે આઈટી, પીએસયુ બેન્ક અને રિયલ્ટી શૅરોમાં દબાણ જોવા મળ્યુ.

sensex nifty bombay stock exchange national stock exchange business news