Share Market: ઉતાર-ચઢાવ બાદ 561 અંકના ઘટાડા સાથે થયું બંધ સેેન્સેક્સ

24 June, 2020 06:15 PM IST  |  Dalal Street Mumbai | Gujarati Mid-day Online Correspondent

Share Market: ઉતાર-ચઢાવ બાદ 561 અંકના ઘટાડા સાથે થયું બંધ સેેન્સેક્સ

બીએસઈ

આજના કારોબારી સત્રના દિવસે સેન્સેક્સ અને નિફ્ટી 1.58% નબળા થઈને બંધ થયા છે. અંતમાં નિફ્ટી 10300ની આસપાસ બંધ થયા છે અને સેન્સેક્સ 34868 પર બંધ થયા છે. દિવસના ઊપરી સ્તરોથી સેન્સેક્સે 561 અંકો સુધીના ગોથા લગાવ્યા જ્યારે નિફ્ટીમાં 165 અંકોનો ઘટાડો જોવા મળ્યો છે.

જો કે મિડકેપ અને સ્મૉલકેપ શેરોમાં વેચવાલી જોવા મળી છે. BSEના મિડકેપ ઈન્ડેક્સ 0.92% સુધીને ઘટીને બંધ થયા છે, જ્યારે નિફ્ટીના મિડકેપ 100 ઈન્ડેક્સમાં 1.34 ટકાનો ઘટાડો નોંધવામાં આવ્યો છે. BSEના સ્મૉલકેપ ઈન્ડેક્સ 1.17 ટકાની નબળાઈની સાથે બંધ થયા છે.

અંતમાં બીએસઈના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 561.45 અંક એટલે કે 1.58 ટકાના ઘટાડાની સાથે 34868.98 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે એનએસઈના 50 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 165.70 અંક એટલે કે 1.58 ટકા ઘટીને 10305.30 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.

બેન્કિંગ, પ્રાઇવેટ બેન્ક, પીએસયુ બેન્ક, મેટલ, ફાઈનાન્સ સર્વિસ, ઑટો, આઈટી, ફાર્મા અને રિયલ્ટી શેરોમાં 3.82-0.58% સુધીનું દબાણ જોવામાં આવ્યુ. બેન્ક નિફ્ટી 3.62%ના ઘટાડાની સાથે 21,457.85ના સ્તર પર બંધ થયા છે. જ્યારે એફએમસીજી શેરોમાં ઉછાળો જોવા મળ્યો છે.

દિગ્ગજ શેરોમાં આઈસીઆઈસીઆઈ બેન્ક, ઈન્ડસઈન્ડ બેન્ક, પાવર ગ્રિડ, હિંડાલ્કો, ઝિ એન્ટરટેનમેન્ટ, એસબીઆઈ અને એક્સિસ બેન્ક 4.11-7.12% સુધી તૂટીને બંધ થયા છે. જ્યારે દિગ્ગજ શેરોમાં એશિયન પેંટ્સ, આઈટીસી, આઈશર મોટર્સ, હિરો મોટોકૉર્પ, ગેલ અને નેસ્લે ઈન્ડિયા 1.10-3.81% વધ્યો છે.

sensex nifty bombay stock exchange national stock exchange business news