શૅર માર્કેટમાં જબરદસ્ત ઘટાડો, સેન્સેક્સ 450 અને નિફ્ટી 140 અંક તૂટ્યું

24 February, 2020 10:01 AM IST  |  Dalal Street Mumbai

શૅર માર્કેટમાં જબરદસ્ત ઘટાડો, સેન્સેક્સ 450 અને નિફ્ટી 140 અંક તૂટ્યું

શૅર માર્કેટમાં ઘટાડો

સ્ટૉક માર્કેટ આજે સોમવારે ભારે ઘટાડા સાતે ખુલ્યું છે અને શરૂઆતના કારોબારમાં પણ જબરદસ્ત ઘટાડો જોવા મળી રહ્યો છે. બીએસઈના સેન્સેક્સ ઈન્ડેક્સ આજે 133.11 અંકના ઘટાડા સાથે 41,037.01 પર ખુલ્યું છે. સમાચાર લખે ત્યા સુધી 40,708.27 અંક સુધી ગયા. જ્યાં નેશનલ સ્ટૉક એક્સચેન્જના નિફ્ટી આજે 68.30 અંકોના ઘટાડા સાથે 12,012.55 પર ખુલ્યું છે. સમાચાર લખે ત્યા સુધી લઘુત્તમ 11,928.35 અંકો સુધી ગયા.

બૉમ્બે સ્ટૉક એક્સચેન્જના સેન્સેક્સ ઈન્ડેક્સ સોમવાર સવારે 9 વાગીને 21 મિનિટ પર શરૂઆતના કારોબારમાં 1.07% અથવા 439.79 અંકના ઘટાડા સાથે 40,747.14 પર કારોબાર કરી રહ્યા હતા અને નિફ્ટી 1.11% અથવા 134.45 અંકના ઘટાડા સાથે 11,946.40 પર કારોબાર કરી રહ્યા હતા. આ સમય પર નિફ્ટી 50માંથી 4 કંપનીઓના શૅર લીલા નિશાન પર અને 46 કંપનીઓના શૅર લાલ નિશાન પર કારોબાર કરતા દેખાઈ રહ્યા છે.

આ શૅરોમાં તેજી

શરૂઆતના કારોબારમાં સોમવારે સવારે નિફ્ટી-50ની કંપનીઓના શૅરોમાંથી ફક્ત 4 કંપનીઓના શૅરોમાં જ તેજી દેખાઈ રહી હતી. એમાં INFRATEL, INFOSYS, TCS અને TECH MAHINDRA સામેલ છે.

આ શૅરોમાં ઘટાડો

શરૂઆતના કારોબારમાં સોમવારે સવારે નિફ્ટી-50માં સામેલ કંપનીઓમાંથી HINDALCO, TATA STEEL, YES BANK, VEDANTA LIMITED અને JSW STEELના શૅરોમાં સૌથી વધારે ઘટાડો જોવા મળ્યો હતો.

sensex nifty bombay stock exchange national stock exchange business news