Opening Bell: શૅર માર્કેટમાં જબરદસ્ત ઉછાળો, સેન્સેક્સ 438 અંક ઉપર

01 October, 2020 09:44 AM IST  |  Dalal Street Mumbai | Gujarati Mid-day Online Correspondent

Opening Bell: શૅર માર્કેટમાં જબરદસ્ત ઉછાળો, સેન્સેક્સ 438 અંક ઉપર

બીએસઈ

ઑક્ટોબર મહિનાના પહેલા કારોબારી દિવસે શૅર બજારમાં જબરદસ્ત ઉછાળો જોવા મળી રહ્યો છે. વૈશ્વિક સંકેતોની વચ્ચે સેન્સેક્સ અને નિફ્ટી આજે પ્રારંભિક ઉછાળો દર્શાવે છે. શરૂઆતી કારોબારમાં સેન્સેક્સ 38,521.32 સુધી વધ્યા જ્યારે નિફ્ટીએ 11,373.15 સુધી ઉછળા છે. સેન્સેક્સ અને નિફ્ટીમાં 1 ટકાની મજબૂતી જોવા મળી રહી છે.

સ્મૉલકેપ અને મિડકેપ શેરોમાં શેરોમાં ઉછાળો દેખાઈ રહ્યો છે. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 0.90%ની ઉછાળો દેખાઈ રહ્યો છે, જ્યારે નિફ્ટીના મિડકેપ 100 ઈન્ડેક્સમાં 0.97%નો વધારો નોંધવામાં આવી રહ્યો છે. બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 1.01%ના વધારા સાથે કારોબાર થઈ રહ્યો છે.

હાલમાં બીએસઈના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 438.95 અંક એટલે કે 1.15%ના વધારાની સાથે 38506.88 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે એનએસઈના 50 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 121.90 અંક એટલે કે 1.08%કા ઉછળીને 11369.40 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.

બેન્કિંગ, ઑટો, એફએમસીજી, મેટલ, ફાઈનાન્શિયલ સર્વિસ, પ્રાઈવેટ બેન્ક, પીએસયુ બેન્ક, રિયલ્ટી, ફાર્મા અને આઈટી શેરોમાં 0.31-1.80 ટકા ખરીદારી જોવાને મળી રહી છે. બેન્ક નિફ્ટી 1.70 ટકા મજબૂતીની સાથે 21,817.40 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.

દિગ્ગજ શેરોમાં ઈન્ડસઈન્ડ બેન્ક, બજાજ ઑટો, બજાજ ફાઈનાન્સ, બજાજ ફિનસર્વ, એક્સિસ બેન્ક અને આઈસીઆઈસીઆઈ બેન્ક 2.37-4.29% સુધી વધ્યા છે. જો કે દિગ્ગજ શેરોમાં ઓએનજીસી, ગ્રાસિમ, ડૉ.રેડ્ડીઝ, નેસ્લે ઈન્ડિયા, બ્રિટાનિયા અને સિપ્લા 0.16-1.59% સુધી ઘટ્યા છે.

મિડકેપ શેરોમાં ઈન્ડિયન હોટલ્સ, એમએન્ડએમ ફાઈનાન્સ, શ્રીરામ ટ્રાન્સફર, સીજી કંઝ્યુમર અને આરબીએલ બેન્ક 6.18-2.41% સુધી વધ્યા છે. જો કે મિડકેપ શેરોમાં ઑયલ ઈન્ડિયા, ફ્યુચર રિટેલ, કંસાઈ નેરોલેક, અપોલો હોસ્પિટલ અને મોતિલાલ ઓસવાલ 2.17-0.81% સુધી તૂટયા છે.

sensex nifty bombay stock exchange national stock exchange business news