સેન્સેક્સમાં 369 અંકનો ઉછાળો, નિફ્ટી 11780ની પાર થયું બંધ

16 April, 2019 03:59 PM IST  | 

સેન્સેક્સમાં 369 અંકનો ઉછાળો, નિફ્ટી 11780ની પાર થયું બંધ

શૅર બજાર તેજી સાથે બંધ

મંગળવારના કારોબારમાં ભારતીય શૅર બજાર તેજી સાથે બંધ થયું છે. દિવસનો કારોબાર પૂરો થતા સેન્સેક્સ 369 અંકોની તેજી સાથે 39,275 પર અને નિફ્ટી 96 અંકોના ઉછાળા સાથે 11,787ના સ્તર પર કારોબાર કરી બંધ થયું છે. નિફ્ટી 50 શેર્સમાંથી 36 લીલા, 13 લાલ અને એક પરિવર્તન વગર કારોબાર કરી બંધ થયું છે. જો ઈન્ડેક્સની વાત કરીએ તો નિફ્ટીના મિડકેપ 0.12%ની તેજી અને સ્મૉલકેપ 0.30%ની તેજી સાથે કારોબાર કરી બંધ થયા છે.

સેક્ટોરિયલ ઈન્ડેક્સનો હાલ જોઈએ તો આજના કારોબારમાં નિફ્ટી ઑટ 0.81%ની તેજી, નિફ્ટી ફાઈનાન્સ સર્વિસ 1.02%ની તેજી, નિફ્ટી એફએમસીજી 0.64%ની તેજી, નિફ્ટી આઈટી 0.18%નો ઘટાડો, નિફ્ટી મેટલ 0.27%ની તેજી, નિફ્ટી ફાર્મા સપાટ અને નિફ્ટી રિયલ્ટી 1%ના ઘટાડા સાથે કારોબાર કરી બંધ થયું છે.

નિફ્ટી 50ની વાત કરીએ તો આજના કારોબારમાં ઈન્ડસઈન્ડ બેન્ક 3.95%ની તેજી, આઈસીઆઈસીઆઈ બેન્ક 3.87%ની તેજી, ટાઈટન 3.11%ની તેજી, ઓએનજીસી 2.81%ની તેજી અને ગ્રાસિમ 2.18%ની તેજી સાથે ટૉપ ગેનર રહ્યા છે. જ્યાં બીજી તરફ વિપ્રો 2.12%નો ઘટાડો, સિપ્લા 1.35%નો ઘટાડો, ગેલ 0.69%નો ઘટાડો, ટાટા મોટર્સ 0.56%નો ઘટાડો અને ઈન્ફી 0.48%ના ઘટાડા સાથે ટૉપ લૂઝર રહ્યાં છે.

sensex bombay stock exchange national stock exchange