સેન્સેક્સમાં 31 અંકનો વધારો, નિફ્ટી 11,150 પર ખુલ્યું

14 May, 2019 09:36 AM IST  |  દલાલ સ્ટ્રીટ મુંબઈ

સેન્સેક્સમાં 31 અંકનો વધારો, નિફ્ટી 11,150 પર ખુલ્યું

શૅર બજારમાં મજબૂતી

આજે ભારતીય શૅર બજારે વધારા સાથે શરૂઆત કરી છે. સતત 9 દિવસના ઘટાડા બાદ આજે ઘરેલૂ બજારમાં વધારો જોવા મળ્યો છે. આજના કારોબારી દિવસે ઘરેલૂ બજારો વધારાની સાથે કારોબાર કરતા જોવા મળી રહ્યા છે. નિફ્ટી 11,150ની ઉપર છે જ્યારે સેન્સેક્સમાં 31.29 અંકોનો વધારો દેખાયો છે. સેન્સેક્સ 0.08 અને નિફ્ટી 0.06 ટકાની મજબૂતીની સાથે કારોબાર કરી રહ્યા છે.

મિડકેપ અને સ્મૉલકેપ શેરોમાં પણ મામૂલી નબળાઈ દેખાઈ રહી છે. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 0.35%નો ઘટાડો છે, જ્યારે બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 0.44%નો નબળાઈ દેખાય રહી છે.

બેન્કિંગ, ફાર્મા, એફએમસીજી અને ફાઈનાન્સ સર્વિસ શેરોમાં ખરીદારી જોવાને મળી રહી છે. બેન્ક નિફ્ટી 0.23 ટકાના વધારાની સાથે 28726.20 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે મેટલ, રિયલ્ટી, આઈટી અને ઑટો શેરોમાં દબાણ જોવામાં આવી રહ્યુ છે.

હાલમાં બીએસઈના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 31.19 અંક એટલે કે 0.08 ટકાના વધારાની સાથે 37122.01 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે એનએસઈના 50 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 6.30 અંક એટલે કે 0.06 ટકાની મજબૂતીની સાથે 11154.50 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.

business news sensex bombay stock exchange national stock exchange