માર્કેટની સારી શરૂઆત, સેન્સેક્સમાં 190 અંકોની તેજી, નિફ્ટી 11680ની પાર

01 April, 2019 09:43 AM IST  | 

માર્કેટની સારી શરૂઆત, સેન્સેક્સમાં 190 અંકોની તેજી, નિફ્ટી 11680ની પાર

સેન્સેક્સમાં 190 અંકોની તેજી

સોમવારના કારોબારી સત્રમાં ભારતીય શેર બજારે સારી શરૂઆત કરી છે. સવારે સવા નવ વાગ્યે સેન્સેક્સ 190 અંકોની તેજી સાથે 38,863 પર અને નિફ્ટી 60 અંકોના ઉછાળા સાથે 11,684 પર કારોબાર કરી રહ્યા છે. નિફ્ટી 50 શેર્સમાંથી 45 લીલા અને 5 લાલ નિશાનમાં કારોબાર કરી રહ્યા છે. જ્યાં નિફ્ટી ઈન્ડેક્સની વાત કરીએ તો મિડકેપ 0.70%ની તેજી અને સ્મૉલકેપ 0.95%ની તેજી સાથે કારોબાર કરી રહ્યા છે.

નોંધપાત્ર છે કે શુક્રવારે કારોબારમાં સેન્સેક્સ 127.19 અંકોની તેજી સાથે 38,772.91 પર અને નિફ્ટી 53.90 અંકોના ઉછાળાની સાથે 11,623.90 પર બંધ થયું હતું.

સેક્ટોરિયલ ઈન્ડેક્સનો હાલ સવારે સાડા નવ વાગ્યે નિફ્ટી ઑટો 1.01%ની તેજી, નિફ્ટી ફાઈનાન્સ સર્વિસ 0.40%ની તેજી, નિફ્ટી એફએમસીજી 0.50%ની તેજી, નિફ્ટી આઈટી 0.83%ની તેજી, નિફ્ટી મેટલ 2.01%ની તેજી, નિફ્ટી ફાર્મા 0.58%ની તેજી અને નિફ્ટી રિયલ્ટી 0.17%ની તેજી સાથે કારોબાર કરી રહ્યા છે.

sensex bombay stock exchange national stock exchange