Share Market: સેન્સેક્સમાં 636 અંકનો ઉછાળો, નિફ્ટી 11,000 પાર બંધ

08 August, 2019 04:12 PM IST  |  દલાલ સ્ટ્રીટ મુંબઈ

Share Market: સેન્સેક્સમાં 636 અંકનો ઉછાળો, નિફ્ટી 11,000 પાર બંધ

સેન્સેક્સમાં 636 અંકનો ઉછાળો

સપ્તાહના ચોથા કારોબારી દિવસે શૅર બજાર મોટા ઉછાળ સાથે બંધ થયું. બૉમ્બે સ્ટૉક એક્સચેન્જના સેન્સેક્સ ઈન્ડેક્સ 636.86 એટલે કે 1.74% અંક ચઢીને 37,327.36 અને નેશનલ સ્ટૉક એક્સચેન્જના નિફ્ટી 190.45 એટલેકે 1.75% અંકના વધારા સાથે 11,045.95 પરં બંધ થયું. નિફ્ટીના 50 શૅરોમાંથી 46 લીલા નિશાન પર, 4 લાલ નિશાન પર બંધ થયું. આજે સેન્સેક્સ 117.51 અંકોના વધારા સાથે 36,808.01 પર ખુલ્યું, જ્યારે નેશનલ સ્ટૉક એક્સચેન્જના નિફ્ટી 43.7 અંકોના વધારા સાથે 10,899.20 પર ખુલ્યું.

બીએસઈના જે શૅરોમાં વધારે જોવા મળ્યો એમાં HCLTECH, TATAMOTORS, M&M, BAJAJ-AUTO અને રિલાયન્સના શૅર રહ્યા. જ્યાં લાલ નિશાનમાં રહેનારા શૅરોમાં TATASTEEL, INDUSINDBK અને AXISBANKના શૅર રહ્યા.

sensex nifty business news bombay stock exchange national stock exchange