સેન્સેક્સમાં 23 પોઈન્ટનો વધારો, તો નિફ્ટી લાલ નિશાનમાં બંધ

20 March, 2019 03:51 PM IST  | 

સેન્સેક્સમાં 23 પોઈન્ટનો વધારો, તો નિફ્ટી લાલ નિશાનમાં બંધ

બજારમાં તેજી યથાવત

ભારતીય શૅર બજારમાં બુધવારે તેજી યથાવત રહી છે. સવારે ગ્રીન સિગ્નલ સાથે દિવસભર કારોબાર કર્યા બાદ સેન્સેક્સ 23 અંકોના વધારા સાથે 38386 પર બંધ થયું છે અને ત્યાં નિફ્ટી 11 અંક ઘટીને 11,521ના સ્તર પર બંધ થયું છે.

શેર્સની વાત કરી એ તો ઑટો, બેન્ક, એનર્જી સેક્ટરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. હિન્દુસ્તાન પેટ્રોલિયમ, ઈન્ડિયન ઑયલ, બીપીસીએલ, ઓએનજીસી બધા શેર્સમાં લગભગ 3-2%નો ઘટાડો જોવા મળી રહ્યો છે.

રૂપિયાની વાત કરીએ તો બુધવારે ડૉલરના મુકાબલે રૂપિયો 8 પૈસાની કમજોરી સાથે 69.05 પર ખુલ્યો. રૂપિયામાં મંગળવારે પણ કમજોરી જોવા મળી હતી. ડૉલરના મુકાબલે રૂપિયો મંગળવારે 44 પૈસા કમજોર થઈને 68.97 પર બંધ થયો હતો.

sensex bombay stock exchange national stock exchange