સેન્સેક્સ 40,267ના સ્તર પર બંધ, નિફ્ટી 12000ની પાર

03 June, 2019 04:08 PM IST  |  દલાલ સ્ટ્રીટ મુંબઈ

સેન્સેક્સ 40,267ના સ્તર પર બંધ, નિફ્ટી 12000ની પાર

શૅર બજારમાં મજબૂતી

સપ્તાહના પહેલા કારોબારી દિવસે ભારતીય શૅર બજાર મજબૂત થઈને 1.39% પર બંધ થયું છે. આજે નિફ્ટી 12,000ની ઉપર જઈને બંધ થયું છે ત્યારે સેન્સેક્સ 40,000નો આંકડો પાર કર્યો છે. દિવસભરના કારોબારમાં સેન્સેક્સ 40,308 સુધી પહોંચ્યું, ત્યારે નિફ્ટીએ 12,103નો આંકડો પાર કર્યો છે.

સાથે જ મિડકેપ અને સ્મૉલકેપમાં ખરીદદારીનું વલણ જોવા મળી રહ્યું છે. BSEના મિડકેપ ઈન્ડેક્સ અને 0.90% વધીને બંધ થયા છે ત્યારે નિફ્ટીના મિડકેપ 100 ઈન્ડેક્સમાં 0.96%ની મજબૂતી આવી છે. બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 0.48% વધીને બંધ થયા છે.

દિવસના અંતના કારોબારમાં BSEના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 553.42 અંક એટલે કે 1.39% મજબૂત થઈને 40267.62ના સ્તર પર બંધ થયા છે. NSEના 50 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 165.70 અંક એટલે કે 1.39%ના વધારાની સાથે 12088.50 ના સ્તર પર બંધ થયા છે.

આજના દિવસભરના કારોબારમાં દિગ્ગજ શેરોમાં હિરો મોટોકૉર્પ, એશિયન પેંટ્સ, બજાજ ઑટો, ઈન્ડુસઈન્ડ બેન્ક, ઈન્ડિયાબુલ્સ હાઉસિંગ ફાઈનાન્સ અને એચયુએલ 2.77-5.77% સુધી મજબૂત થઈને બંધ થયા છે. જો કે દિગ્ગજ શેરોમાં ગેલ, ટેક મહિન્દ્રા, આઈસીઆઈસીઆઈ બેન્ક, અલ્ટ્રાટેક સિમેન્ટ અને એનટીપીસી 0.08-0.78 ટકા સુધી ઘટીને બંધ થયા છે.

business news sensex bombay stock exchange national stock exchange