સેન્સેક્સ 350 અંકોના ઘટાડા સાથે બંધ, નિફ્ટી 11,600ની નીચે

10 April, 2019 04:09 PM IST  | 

સેન્સેક્સ 350 અંકોના ઘટાડા સાથે બંધ, નિફ્ટી 11,600ની નીચે

ઘટાડા સાથે બંધ બજાર

બુધવારના કારોબારી સત્રમાં ભારતીય શૅર બજાર મોટા ઘટાડા સાથે બંધ થયું છે. દિવસના કારોબાર પૂરો થતા સેન્સેક્સ 353.87 અંકોના ઘટાડા સાથે 38,585 પર અને નિફ્ટી 87 અંકોની કમજોરી સાથે 11,584 પર કારોબાર કરી બંધ થયું છે. નિફ્ટી 50 શેર્સમાંથી 21 લીલા અને 29 લાલ નિશાનમાં કારોબાર કરી બંધ થયા છે. ઈન્ડેક્સની વાત કરીએ તો નિફ્ટીના મિડકેપ 0.18%ના ઘટાડા સાથે અને સ્મૉલકેપ 0.16%ની તેજી સાથે કારોબાર કરી બંધ થયા છે.

સેક્ટોરિયલ ઈન્ડેક્સનો હાલ જોઈએ તો આજનો કારોબાર પૂરો થતા નિફ્ટી ઑટો 0.25%ની તેજી, નિફ્ટી ફાઈનાન્સ સર્વિસ 1.13%નો ઘટાડો, નિફ્ટી એફએમસીજી 0.08%નો ઘટાડો, નિફ્ટી આઈટી 0.76%નો ઘટાડો, નિફ્ટી મેટલ 0.91%નો ઘટાડો, નિફ્ટી ફાર્મા 0.80%ની તેજી અને નિફ્ટી રિયલ્ટી 1.13%ની તેજી સાથે કારોબાર કરી બંધ થયા છે.

નિફ્ટી 50ની વાત કરીએ તો આજના કારોબારમાં ટાટા મોટર્સ 4.81%ની તેજી, સિપ્લા 2.72%ની તેજી, વિપ્રો 2.72%ની તેજી અને અદાણી પોર્ટ્સ 1.13%ની તેજી સાથે ટોપ રહ્યા છે. ત્યાં બીજી તરફ ભારતી એરટેલ 3.74%નો ઘટાડો, હિન્ડાલ્કો 2.56%નો ઘટાડો, એશિયન પેન્ટ્સ 2.43%નો ઘટાડો, ટીસીએસ 2.29%નો ઘટાડો અને યૂપીએલ 2.22%ના ઘટાડા સાથે ટૉપ લૂઝર રહ્યા છે.

સેક્ટોરિયલ ઈન્ડેક્સનો હાલ જોઈએ તો સવારે સાડા નવ વાગ્યે નિફ્ટી ઑટો 0.15%નો ઘટાડો, નિફ્ટી ફાઈનાન્સ સર્વિસ 0.26%નો ઘટાડો, નિફ્ટી એફએમસીજી 0.09%ની તેજી, નિફ્ટી આઈટી 0.19%ની તેજી, નિફ્ટી મેટલ 0.19%નો ઘટાડો, નિફ્ટી ફાર્મા 0.02%ની તેજી અને નિફ્ટી રિયલ્ટી 0.82%ની તેજી સાથે કારોબાર કરી રહ્યા છે.

વૈશ્વિક બજારનો હાલ જોઈએ તો બુધવારના કારોબારમાં બધા પ્રમુખ એશિયાઈ બજારોએ કમજોર શરૂઆત કરી છે. સવારે 9 વાગીને 10 મિનિટ પર જાપાનના નિક્કેઈ 0.66%ની ઘટાડા સાથે 21659 પર, ચીનના શાંઘાઈ 0.28%ના ઘટાડા સાથે 3230 પર, હેન્ગસેન્ગ 0.40%ના ઘટાડા સાથે 30035 પર અને તાઈવાનના કૉસ્પી 0.01%ના ઘટાડા સાથે 2213 પર કારોબાર કરી રહ્યા છે. જ્યાં અમેરિકા બજારની વાત કરી તો કાલે ડાઓ જોન્સ 0.72%ના ઘટાડા સાથે 26150 પર, સ્ટાન્ડર્ડ એન્ડ પુઅર્સ 0.61%ના ઘટાડા સાથે 2878 પર નાસ્ડેક 0.56%ના ઘટાડા સાથે 7909 પર કારોબાર બંધ થયું હતું. 

sensex bombay stock exchange national stock exchange