શૅર બજાર મોટા ઘટાડા સાથે થયું બંધ, સેન્સેક્સ 392 અંક નીચે

06 May, 2019 04:08 PM IST  |  મુંબઈ

શૅર બજાર મોટા ઘટાડા સાથે થયું બંધ, સેન્સેક્સ 392 અંક નીચે

ઘટાડા સાથે બંધ શૅર બજાર

સપ્તાહના પહેલા કારોબારી દિવસે ભારતીય શૅર બજારમાં ભારી ઘટાડો નજર આવ્યો છે. સવારે 404 અંકોના ઘટાડા સાથે 38,559ના સ્તર પર શૅર બજાર દિવસભરના ઉતાર-ચઢાવ બાદ અંતમાં 362 અંકોની કમજોરી સાથે 38,600ના સ્તર પર બંધ થયું છે. જ્યાં નિફ્ટી 114 અંક લપસીને 11,598ના સ્તર પર બંધ થયું છે. નિફ્ટી 50 શેર્સમાંથી 8 લીલા નિશાન પર, 39 લાલ નિશાન પર અને 3 પરિવર્તન વગર કારોબાર કરી બંધ થયા છે. જો ઈન્ડેક્સની વાત કરીએ તો નિફ્ટીના મિડકેપ 0.72%નો ઘટાડો અને સ્મૉલકેપ 0.79%ની કમજોરી સાથે કારોબાર કરી બંધ થયા છે. 

નોંધપાત્ર છે કે વીતેલા કારોબારી સત્રમાં સેન્સેક્સ 18 અંકોના ઘટાડા સાથે 38,963ના સ્તર પર અને નિફ્ટી 12 અંકોના ઘટાડા સાથે 11,712ના સ્તર પર બંધ થયું હતું.

આજના કારોબારમાં નિફ્ટી ઑટો 1.35%નો ઘટાડો, નિફ્ટી ફાઈનાન્સ સર્વિસ 1.26%નો ઘટાડો, નિફ્ટી એફએમસીજી 0.59%નો ઘટાડો, નિફ્ટી આઈટી 0.11%ની તેજી, નિફ્ટી મેટલ 2.03%નો ઘટાડો, નિફ્ટી ફાર્મા 0.33%નો ઘટાડો અને નિફ્ટી રિયલ્ટી 1.47%ના ઘટાડા સાથે કારોબાર કરી બંધ થયા છે. 

આ પણ વાંચો : બૅન્ક જવાની માથાકૂટ ઘટી! હવે ATMથી મફત થશે આ 8 કામ

વૈશ્વિક બજારના હાલ પર નજર કરીએ તો સોમવારે બધા પ્રમુખ એશિયાઈ બજારોએ કમજોર શરૂઆત કરી છે. સવારે 9 વાગ્યે જાપાનના નિક્કેઈ 0.22%ના ઘટાડા સાથે 22258ના સ્તર પર, ચીનના શાંઘાઈ 4.93%ના ઘટાડા સાથે 2926ના સ્તર પર, હેન્ગસેન્ગ 3.30%ના ઘટાડા સાથે 29089ના સ્તર પર અને તાઈવાનના કૉસ્પી 0.74%ના ઘટાડા સાથે 2196ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જો અમેરિકા બજારની વાત કરીએ તો વીતેલા દિવસે ડાઓ જોન્સ 0.75%ની તેજી સાથે 26504ના સ્તર પર, સ્ટાન્ડર્ડ એન્ડ પુઅર્સ 0.96%ની તેજી સાથે 2954ના સ્તર પર નાસ્ડેક 1.58%ની તેજી સાથે 8164ના સ્તર પર કારોબાર કરી બંધ થયા હતા.

sensex bombay stock exchange national stock exchange