સેન્સેક્સ 487 અંકના ઘટાડા સાથે બંધ, નિફ્ટી પણ 219 અંક નીચે

08 May, 2019 04:05 PM IST  |  દલાલ સ્ટ્રીટ મુંબઈ

સેન્સેક્સ 487 અંકના ઘટાડા સાથે બંધ, નિફ્ટી પણ 219 અંક નીચે

સેન્સેક્સ 487 અંકના ઘટાડા સાથે બંધ

ભારતીય શૅર બજારમાં મોટો ઘટાડો નજર આવ્યો છે. મંગળવારે લાલ નિશાનમાં કારોબાર બંધ થયું હતું. શૅર બજાર બુધવારના કારોબારી સત્રમાં 487થી વધારે અંકના ઘટાડા સાથે બંધ થયું છે. સવારે સેન્સેક્સ 219 પોઈન્ટના ઘટાડા સાથે ઓપન થયું અને ઘટાડો ધીરે-ધીરે વધવા લાગ્યો. 

દિવસભરના કારોબાર બાદ અંતમાં આ 487 અંકોના ઘટાડા સાથે 37,789ના સ્તર પર અને નિફ્ટી 138 અંકોની કમજોરી સાથે 11359 ના સ્તર બંધ થયું. 

તે મહત્વનું છે કે મંગળવારના કારોબારી સત્રમાં સેન્સેક્સ 323.71 અંકોના ઘટાડા સાથે 38,276ના સ્તર પર અને નિફ્ટી 100 અંકોની કમજોરી સાથે 11,497ના સ્તર પર કારોબાર કરી બંધ થયા હતા.

વૈશ્વિક બજારનો હાલ જોઈએ તો આજના પ્રમુખ એશિયાઈ બજારોએ સુસ્ત શરૂઆત કરી છે. સવારે 9 વાગ્યે જાપાનના નિક્કેઈ 1.55%ના ઘટાડા સાથે 21584ના સ્તર પર, ચીનના હેન્ગસેન્ગ 0.76%ના ઘટાડા સાથે 29139 પર, શાંઘાઈ 0.47%ના ઘટાડા સાથે 2912ના સ્તર પર અને તાઈવાનના કૉસ્પી 0.18%ના ઘટાડા સાથે 2173ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યાં અમેરિકા બજારનીવ વાત કરીએ તો વીતેલા દિવસે ડાઓ જોન્સ 1.79%ના ઘટાડા સાથે 25965ના સ્તર પર, સ્ટાન્ડર્ડ એન્ડ પુઅર્સ 1.65%ના ઘટાડા સાથે 2884ના સ્તર પર અને નાસ્ડેક 1.96%ના ઘટાડા સાથે 7963ના સ્તર પર કારોબાર કરી બંધ થયા હતા.

sensex bombay stock exchange national stock exchange